SearchBrowseAboutContactDonate
Page Preview
Page 163
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૪૮ ઢાળ-૯ : ગાથા–૨૨ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ તથા બે દ્રવ્યો સંયોગ પામેલાં હોય લોહાગ્નિની જેમ એકમેક થયેલાં હોય અને પછી છુટાં પડે, તેથી તેમાંના કોઈપણ દ્રવ્યનું એકદ્રવ્યરૂપે જે બનવાપણું થાય છે. તે પણ ઐકત્વિક વિશ્રસા ઉત્પાદ કહેવાય છે. જેમ કે મુક્તિદશાની પ્રાપ્તિકાલે કર્મ અને જીવદ્રવ્યનો જે અનાદિ સંયોગ હતો તેનો વિયોગ થવાથી જીવદ્રવ્યનું સિદ્ધપણે બનવા પણું જે થયું તે પણ ઐકત્વિક ઉત્પાદ કહેવાય છે. કારણ કે આ પણ એકપણે ઉત્પત્તિ જ છે. જેમ સ્કંધમાંથી છુટો પડતો પરમાણુ એક પણે ઉત્પાદ પામે છે. તેમજ જીવ અને કર્મ આમ બે દ્રવ્યોના સંયોગમાંથી છુટો પડતો જીવ પણ એકપણે ઉત્પાદ પામે છે. આ ઉત્પાદ પણ ધર્મ-અધર્મ-આકાશમાં બનતો નથી. તથા પુદ્ગલાસ્તિકાયના મોટા સ્કંધો ફુટી-તુટી જતાં જે જે નાના નાના સ્કંધો થાય છે. તે જો કે અસંખ્યાત પ્રદેશના છે એટલે સમુદાયરૂપ છે. તો પણ સંયોગ થવાથી તે ઉત્પત્તિ થઈ નથી પરંતુ વિભાગ થવાથી ઉત્પત્તિ થઈ છે. અને સ્વાભાવિક થઈ છે. તેથી ઐકત્વિક વિશ્રા ઉત્પાદ કહેવાય છે. જેમ કે કાચની કોઈ વસ્તુ ઉપર વજન આવવાથી અથવા પવન આદિથી ખસી પડતાં તુટી કુટીને નાના નાના ટુકડા થાય છે. તે પણ એક એક ખંડ રૂપે ઉત્પત્તિ થઈ આ પણ ઐકત્વિક વિશ્રા ઉત્પાદ જાણવો. અહીં એક નાના સ્કંધપણે ઉત્પાદ થતો હોવાથી ઐકત્વિક ઉત્પાદ જાણવો. આ રીતે જૈનદર્શન સંયોગજન્ય તથા વિભાગજન્ય આમ બન્ને રીતે ઉત્પાદ થાય છે એમ કહે છે. તે બાબતમાં તૈયાયિક વૈશેષિકોની માન્યતા જુદી છે. તે જણાવીને તેનું નિરસન પણ કરે છે. "अवयवसंयोगई ज द्रव्यनी उत्पत्ति होइ, पणि विभागइं न होइ" एहवं जे नैयायिकादिक कहे छइ, तेहनइं एकतन्त्वादिविभागई खंडपटोत्पत्ति किम घटइ ? प्रतिबंधकाभावसहित अवस्थितावयवसंयोगनइ हेतुता कल्पतां महागौरव होइ. ते माटिं किहांइक संयोग, किहांइक विभाग द्रव्योत्पाद मानवो. तिवारई विभागज परमाणूत्पाद पण अर्थसिद्ध थयो. ए सम्मतिमांहिं सूचिउं छइं. तदुक्तम् નૈયાયિકાદિ દર્શનકારો “અવયવોના સંયોગે જ દ્રવ્યની ઉત્પત્તિ થાય” પરંતુ “વિભાગે ઉત્પત્તિ ન જ થાય” આમ, જે કહે છે. તે દર્શનકારોને અખંડપટમાંથી એકાદિ (એક-બે-ચાર) તખ્તઓનો વિભાગ થવાથી જે ખંડપટની ઉત્પત્તિ થાય છે. તે કેમ ઘટશે ? સારાંશ કે નૈયાયિકો વિજાતીય તેજસંયોગથી કોઈ પણ મહાત્કંધનો પ્રથમ આપરમાણવત્ત (પરમાણુ પરમાણપણે અંત આવે ત્યાં સુધીનો) ભંગ માને છે. ત્યારબાદ અણુઓના સંયોગથી મહાદ્રવ્યની ઉત્પત્તિ માને છે. ગોમુક્ત તૃણપુંજમાં તૃણારંભક
SR No.001097
Book TitleDravya Gun Paryaya no Ras Part 2
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2005
Total Pages475
LanguageGujarati, Apabhramsha, Sanskrit
ClassificationBook_Gujarati & Philosophy
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy