SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૯૮ ઢાળ-૯ : ગાથા−૮ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ અને તેમાં કારણ એ આપશો કે પ્રત્યક્ષાદિ પ્રમાણો જ સંસારમાં નથી માટે, તો પ્રમાણવિનાની વાત વિદ્વાનોની સભામાં કેમ કહી શકાય ? આમ સર્વશૂન્યતાનો વાદ પણ પ્રમાણોથી સિદ્ધ છે કે પ્રમાણોથી અસિદ્ધ છે ? આવા બે પક્ષો દ્વારા વ્યાહત (ખંડિત) થઈ જ જાય છે એટલે તેના માટે અધિક કંઈ કહેવાની જરૂર જ રહેતી નથી. આ રીતે વૈભાસિક સૌત્રાન્તિક યોગાચારવાદી કે માધ્યમિક આમ ચારે પ્રકારના બૌદ્ધ વિગેરે અન્ય દર્શનોની બધી માન્યતાઓ કેવળ કપોલ કલ્પિત જ હોવાથી અને અનેકદોષોથી જ ભરપૂર ભરેલી હોવાથી આવા ગંદા વિચારોમાં ન ફસાતાં સર્વનયોથી શુદ્ધ એવો સ્યાદ્વાદ માર્ગ જ આદરવો કે જે વીતરાગ સર્વજ્ઞ તીર્થંકરદેવો દ્વારા પ્રણીત છે. સર્વથા નિર્દોષ છે. યુક્તિ અને લોકવ્યવહારથી સંપૂર્ણ પણે અબાધિત છે. || ૧૪૦ || । ઘટનાશ મુકુટ ઉત્પત્તિનો, ઘટ હેમ એકજ હેતુ રે એકાન્તભેદની વાસના, નઈયાયિક પણિ કિમ દેત રે ॥ જિનવાણી પ્રાણી સાંભળો ॥ ૯-૮ ॥ ગાથાર્થ ઘટ નાશ અને મુકુટની ઉત્પત્તિમાં (આમ બન્ને કાર્યોમાં) હેમઘટ એ એક જ કારણ છે. છતાં નૈયાયિક પણ એકાન્ત ભેદની વાસના (એકાન્ત ભેદના સંસ્કારો) કેમ આપતા હશે ? લોકોને એકાન્ત ભેદવાદ કેમ સમજાવતા હશે. Il૯-૮॥ ટબો- ઈમ-શોકાદિ કાર્યત્રયનઈ ભેદઈં ઉત્પાદ વ્યય ધ્રૌવ્ય એ ૩ લક્ષણવસ્તુમાંહિ સાધ્યાં, પણિ-અવિભક્ત દ્રવ્યપણઈ અભિન્ન છઈં. अत एव - હેમઘટનાશાભિન્ન-હેમમુકુટોત્પત્તિનÛ વિષŪ-હેમઘટાવયવવિભાગાદિક હેતુ છઈ. अत સ્વ ત્રે- મહાપટનાશાભિનખંડપટોત્પત્તિ પ્રતિ એકાદિતંતુ સંયોગાપગમ હેતુ છઈ. ખંડપટઈં મહાપટનાશની હેતુતા કલ્પિઇં, તો મહાગૌરવ થાઈ. ઈમ જાણતો ઈ લાધવપ્રિય નૈયાયિક નાશોત્પત્તિમાં એકાન્તભેદની વાસના કિમ દેઈ છઈ ? તેહનું મત છઈં જેकल्पना गौरवं यत्र, तं पक्षं न सहामहे । कल्पनालाघवं यत्र तं पक्षं तु सहामहे ॥ १ ॥ || ૯-૮ ૫
SR No.001097
Book TitleDravya Gun Paryaya no Ras Part 2
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2005
Total Pages475
LanguageGujarati, Apabhramsha, Sanskrit
ClassificationBook_Gujarati & Philosophy
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy