SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ અભિપ્રાયો ૫૭ चरण-करणप्पहाणा, ससमय-परसमयमुक्कवावारा । ર0-રપ/૪ સાર, નિર્જીવતું નાપતિ છે (સમ્મતિપ્રકરણ) દ્રવ્યાનુયોગના ગ્રન્થોના અભ્યાસ, ચિંતન અને મનનની જો ઉપેક્ષા છે તો મહાવ્રતાદિના પાલનરૂપ ધર્મક્રિયાઓ સર્વકર્મક્ષયરૂપ મોક્ષફળને આપવા અસમર્થ છે. પૂજ્યપાદ ઉપાધ્યાયજી મ. સાહેબ ઉપદેશપદાદિ ગ્રન્થોની સાક્ષી આપી આજ વાત પુષ્ટ કરે છે...... શુદ્ધ આહારાદિક તનુયોગ, મોટો કહીઓ દ્રવ્ય અનુયોગ, એ ઉપદેશ પદાદિક ગ્રંથિ, સાખી લહી ચાલો શુભપંથિ. બેંતાલીસ દોષ રહિત શુદ્ધ આહાર, પડિલેહણ, પ્રતિક્રમણાદિ બાહ્ય ક્રિયા એ નાનો યોગ છે. આત્મા અને દેહ ભિન્ન છે, રાગ-દ્વેષ આ જ જીવના સંસારનું કારણ છે. કષાયો જેમ-જેમ મંદ થાય તેમ-તેમ આત્મગુણો પ્રગટ થાય છે. કષાયોથી મુક્ત થવું એ જ મોક્ષ છે. આવી જ્ઞાનસાધના કરવી એ જ મહાન યોગ છે. ટૂંકમાં ક્રિયામાર્ગ એ સાધના છે. જ્ઞાનમાર્ગ એ સાધ્ય છે. સાધ્યની સિદ્ધિમાં સાધન જરૂરી છે પરંતુ સાધ્યના ધ્યેય વિનાનું સાધન પરમાર્થથી સાધન જ નથી. તથા સાધન વિના સાધ્યની સિદ્ધિ થતી નથી. એ યોગિ જો લાગઇ રંગ, આધાકર્માદિક નહીં ભંગ, પંચકલ્પભાષ્યની સાક્ષી આપી પૂજ્યપાદ ઉપાધ્યાયજી મ. સાહેબ જણાવે છે કે.... દ્રવ્યાનુયોગના વિચારરૂપ જ્ઞાનયોગમાં જે પુણ્યાત્માને રંગ લાગે છે. અર્થાત્ જ્ઞાનાભ્યાસમાં મગ્ન બને છે. તેઓ ક્યારેક સંયમની સુરક્ષા આદિના કારણે આધાકર્માદિકથી દોષિત આહાર ગ્રહણ કરે તો પણ ચારિત્રનો ભંગ થતો નથી. દ્રવ્યાનુયોગના ગ્રન્થોના પરમાર્થને પામવા મતિ-શ્રુતજ્ઞાનાવરણીયનો તીવ્ર ક્ષયોપશમ જરૂરી છે. તીવ્ર ક્ષયોપશમવાળા જિજ્ઞાસુઓને પણ દ્રવ્યાનુયોગના ઊંડા અભ્યાસી એવા જ્ઞાની ગુરુનો યોગ જો મળે તો જ અધ્યાત્મના રહસ્યોને તેઓ પામી શકે છે. દ્રવ્ય-ગુણ-પર્યાયના રાસની તથા સ્વોપજ્ઞ ટબાની ગુજરાતી ભાષા સાધિક ત્રણસો વરસ પહેલાની છે. જે સમજવી કઠીન હોવાથી ભૂતકાળમાં વિદ્વાન ગુરુ ભગવંતો અને વિદ્વાન શ્રાવકો તરફથી વર્તમાન ગુજરાતી ભાષામાં વિવેચન લખાયાં છે. પરંતુ આ વિવેચનની ભાષા પણ વિદ્રશ્નોગ્ય જેવી જ છે. વિદ્વાન છતાં સ્વભાવે સૌમ્ય, સરળ અને અમારા જેવા અધ્યાપકો માટે હૃદયમાં લાગણી ધરાવતા પંડિતવર્ય શ્રી ધીરુભાઈએ સ્વોપજ્ઞ ગુજરાતી ટબાની પંક્તિઓ સાથે રાખી, બની શકે તેટલું સરળ ભાષામાં દૃષ્ટાન્તો આપી જે આ વિવેચન લખ્યું છે. તે ઘણું જ અનુમોદનીય કાર્ય છે. વિદેશમાં મળતા સમયનો સદુપયોગ કરી આ જ રીતે કર્મગ્રન્થાદિ વિવિધ ૨૪ ગ્રથો ઉપર પણ સરળ વિવેચન તેઓએ લખ્યું છે. જે અધ્યાપકો અને અભ્યાસકોને અતિ ઉપયોગી બન્યું છે. શારીરિક સ્વાથ્યની અનુકૂળતા સાથે પંડિતજી જ્ઞાનસાધનામાં ઉત્તરોત્તર આગળ વધે એવી ભગવતી સરસ્વતી માતાજીને પ્રાર્થના........ -વસંતલાલ મફતલાલ દોશી-અમદાવાદ
SR No.001097
Book TitleDravya Gun Paryaya no Ras Part 2
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2005
Total Pages475
LanguageGujarati, Apabhramsha, Sanskrit
ClassificationBook_Gujarati & Philosophy
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy