________________
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ
ઢાળ-૯ : ગાથા-૪
૩૭૯
પર્યાયોના વ્યય અને ઉત્પત્તિને પ્રતીત્ય-આશ્રયી તેમાં રહેલી એક સંતાનતા (મૂલ પદાર્થની એકધારાવાહિતા) તે જ દ્રવ્યનું લક્ષણ છે. અને તે લક્ષણમાં ધ્રુવસ્વરૂપ પણ છે. પ્રતિસમયે પૂર્વોત્તર પર્યાયોનો નાશ-ઉત્પાદ જેમ થાય છે તેમ કંચનની એકસંતાનતા પણ ત્યાં વર્તે જ છે. તેથી આ ત્રણે એક જ દ્રવ્યમાં એક જ કાલે સાથે રહે છે. માટે એક છે. છતાં જે નાશ થાય છે, તે શોક કરાવે છે. જે ઉત્પાદ થાય છે, તે હર્ષ કરાવે છે. અને જે ધ્રુવતા છે. તે ઉપેક્ષા કરાવે છે. આમ ભિન્ન ભિન્ન કાર્યજનક હોવાથી કથંચિત્ ભિન્ન પણ અવશ્ય છે જ.
ए ३ लक्षण एकदलई एकदा वर्तइ छइ, इम अभिन्नपणइ, पणि शोक प्रमोद माध्यस्थ्य रूप अनेककार्य देखीनई तत्कारणशक्तिरूप अनेकपणे भिन्नता पणि जाणवी. सामान्य रूप ध्रौव्य अनइं विशेषरूपई उत्पाद व्यय, इम मानतां विरोध नथी.
ઉત્પાદ વ્યય અને ધ્રૌવ્ય આ ત્રણે લક્ષણો સર્વે દ્રવ્યોમાં પ્રતિસમયે અવશ્ય છે જ. કોઈ પણ સમયે અને કોઈ પણ દ્રવ્યમાં આ ત્રણ નથી એમ નહીં. સર્વત્ર વ્યાપકપણે આ ત્રિપદી રહેલી છે. તથા આ ત્રણે લક્ષણો માંહોમાંહે કથંચિત્ અભિન્ન પણ છે અને કથંચિત્ ભિન્ન પણ છે. “એક દલમાં (એક જ આધારભૂત દ્રવ્યમાં) એક જ કાળે આ ૩ લક્ષણો સાથે વર્તે છે” તે માટે એકદ્રવ્યવ્યાપિત્વ અને એકક્ષેત્રાવગાહિત્યની અપેક્ષાએ આ ત્રણે લક્ષણો અભિન્ન છે. પરંતુ શોક પ્રમોદ અને માધ્યસ્થ્ય રૂપ અનેક (ભિન્ન ભિન્ન) કાર્ય કરે છે. તે દેખીને, તે તે કાર્યકરવાની શક્તિ સ્વરૂપે અનેક પણું (ભિન્નપણું) પણ છે. તેથી ભિન્નતા પણ જાણવી. જેમ એક જ આમ્રફળમાં (કેરીમાં) સર્વપ્રદેશે એક જ કાળે વર્ણ ગંધ રસ અને સ્પર્શ સાથે વર્તે છે. તેથી અભિન્ન પણ છે. અને ચાક્ષુષ પ્રત્યક્ષ, ઘ્રાણજ પ્રત્યક્ષ, રાસનપ્રત્યક્ષ, અને સ્પાર્શન પ્રત્યક્ષ જ્ઞાન ઉત્પન્ન કરવા સ્વરૂપ ભિન્ન ભિન્ન કાર્ય કરે છે. તેથી તેવા તેવા પ્રકારનું ભિન્ન ભિન્ન જ્ઞાન ઉત્પન્ન કરવાની શક્તિ સ્વરૂપે વર્ણાદિ ભિન્ન ભિન્ન પણ છે. તેમ અહીં જાણવું.
ઘટવ્યય એ શોકને ઉત્પન્ન કરે છે. મુકુટઉત્પાદ એ પ્રમોદને ઉત્પન્ન કરે છે. અને કંચનનું ધ્રૌવ્ય એ માધ્યસ્થ્યને ઉત્પન્ન કરે છે. આમ ત્રિવિધ કાર્ય પ્રત્યક્ષ દેખાય છે. તેથી તે તે ત્રિવિધ કાર્ય કરવાની શક્તિસ્વરૂપે વ્યયાદિ ત્રણે લક્ષણો કથંચિત્ ભિન્ન પણ છે. એક જ દ્રવ્યમાં એક જ કાળે સાથે વર્તે છે એટલે અભિન્ન પણ જરૂર છે. છતાં તે ત્રણે એકસ્વરૂપ થઇ ગયા હોય, અર્થાત્ એક જ બની ગયા હોય તેવા અભિન્ન નથી. એકમાં રહે અને એકકાળે રહે એટલે એક થઈ જાય આવો નિયમ નથી. પોતાના (PI) ૨