SearchBrowseAboutContactDonate
Page Preview
Page 433
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૧૮ ઢાળ-૧૫ : ગાથા-૧૯-૨૦ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ પુરુષોનું ઝેર જેવું કડવું લાગે તેવું વચન પણ અમૃતની જેમ સ્વીકારી લેવું તેમાં અવશ્ય કલ્યાણ જ હોય છે. અને અગીતાર્થના વચનથી અમૃત હોય તો પણ તેનું પાન ન કરવું. કારણ કે તેમાં માયા-કપટ હોવાથી ઝેર રૂપે જ પરિણામ પામનાર હોય છે.” - ઈત્યાદિ અનેક વચનો શાસ્ત્રોમાં મળે છે. જ્ઞાનીનું વચન તે અમૃત સમાન છે. અને મૂર્ખની વાણી તેનાથી ઉલટી છે. કારણકે તે વાણી વિપરીતપ્રરૂપણારૂપ છે. તેથી અમૃત જેવી મીઠી હોય તો પણ તે વિષ તુલ્ય છે. જ્ઞાની અને અજ્ઞાનીના વચનોમાં આ મોટો તફાવત છે. ભદ્રિકજીવો આ ભેદ જાણતા હોતા નથી. તેથી ઉપરછલ્લી મીઠાસવાળાં અજ્ઞાનીઓનાં મોહક વચનોમાં તેઓ ફસાઈ જાય છે. અને જ્ઞાનીઓનાં વચનો હિતકર હોવા છતાં તેને અનુસરવામાં ખચકાટ અનુભવે છે. કેવળ ધનના જ અર્થી, ઉંટવૈઘુ જાણનારા કેટલાક લેભાગુ વૈદ્યોની મીઠાસભરી વાણીમાં ફસાઈ જઈ દવા કરાવનારા ઘણા દુઃખી થતા પણ દેખાય છે. અને અનુભવી જ્ઞાની વૈદ્યો કડવી પણ દવા આપીને રોગીના રોગો દૂર કરતા દેખાય છે. આવું પણ સંસારમાં દેખાય છે. તેથી “જ્ઞાનગુણ” એ જ પ્રધાન ગુણ છે. તે માટે હે ભવ્યપ્રાણીઓ ! હે ધર્માર્થી આત્માઓ ! તમે જ્ઞાનના પક્ષને દૃઢપણે સ્વીકારો. જ્ઞાન એ જ આત્મહિતનું પ્રબળ સાધન છે. જ્ઞાન વિના સાચું ચારિત્ર આવતું નથી. અને જ્ઞાન તથા ચારિત્ર વિના સંસારસમુદ્ર તરી શકાતો નથી. પોતાને તરતાં આવડતું ન હોય, અને તારક એવી હોડી સ્ટીબર કે વહાણનો પણ આશ્રય ન લેવો હોય તેવા અહંકારી આત્માની સમુદ્રમાં જે સ્થિતિ થાય છે. તેવી જ સ્થિતિ અગીતાર્થ આત્મા હોય અને ગીતાર્થોની નિશ્રાથી રહિત હોય તે જીવની થાય છે તે માટે જ્ઞાની બનો, અને જ્ઞાનીની નિશ્રા સ્વીકારો. કારણકે હમણાં જ્ઞાનપક્ષનો જ દઢાધિકાર ચાલે છે. શાસ્ત્રમાં પણ કહ્યું છે કે “પ્રથમજ્ઞાન અને પછી દયા” આવાં આવાં અનેક શાસ્ત્રવચનો છે તેથી હે ભવ્યપ્રાણી ! જ્ઞાનને જીવનમાં પ્રબળપણે પ્રાપ્ત કરવું. એ જ હિતકારી અને કલ્યાણકારી છે. જ્ઞાનમાર્ગ જ જીવને નિરાકુલ સ્થિતિ સરજનાર છે. વૈરાગ્ય વધારનાર છે. શમ-સંવેગાદિ ગુણોનું કારણ છે. અત્યન્ત નિકટ કાળમાં મુક્તિદાયક છે. તે ૨૬૩ | ચરણ કરણગુણ હણડા, જ્ઞાનપ્રધાન આદરિઇ રે ! ઈમ કિરિયાગુણ અભ્યાસી, ઈચ્છાયોગથી તરિએ રે . શ્રી જિનશાસન સેવિઈ . ૧૫-૧૯
SR No.001097
Book TitleDravya Gun Paryaya no Ras Part 2
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2005
Total Pages475
LanguageGujarati, Apabhramsha, Sanskrit
ClassificationBook_Gujarati & Philosophy
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy