SearchBrowseAboutContactDonate
Page Preview
Page 434
Loading...
Download File
Download File
Page Text
________________ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ ઢાળ-૧૫ : ગાથા-૧૯-૨૦ ચરણપતિત વળી શ્રાવકો, તનુધર્મા વલી જેહો રે । તેહનઇ જ્ઞાન પ્રધાન છઈ, મુનિનઇ બે ગુણ ગેહો રે ૫ શ્રી જિનશાસન સેવિઈ ॥ ૧૫-૨૦ ૭૧૯ ગાથાર્થ— ચરણસિત્તરી અને કરણસિત્તરી સ્વરૂપ ચારિત્રનું આચરણ કરવાના ગુણથી જેઓ રહિત છે. તેઓ પણ પ્રધાનપણે જ્ઞાનગુણને જો આરાધે, તો ક્રિયાકરવાની તીવ્ર અભિલાષા રૂપ ગુણના અભ્યાસવાળા તે જીવો ઈચ્છાયોગથી આ સંસાર તરે છે. II ૧૫ ૧૯ || ચારિત્રથી (સર્વવિરતિ ચારિત્રથી) રહિત અને અલ્પધર્મ (દેશવિરતિધર્મ)વાળા એવા જે શ્રાવક-શ્રાવિકાઓ છે. તેઓને જ્ઞાનગુણની આરાધના પ્રધાન છે. અને સર્વવિરતિધર મુનિમહાત્માઓને બન્ને ગુણો આરાધવા યોગ્ય છે. ॥ ૧૫-૨૦ ॥ ટબો- જ્ઞાન ને ચરણ તે ચારિત્ર, તેહના ગુણથી જે હીણા પ્રાણી છે. તેહને સંસાર સમુદ્ર તરવો દુર્લભ છઈ, માટઈ જ જ્ઞાનનું પ્રધાનતાપણું આદરીŪ. યતઃ कर्तुमिच्छो: श्रुतार्थस्य, ज्ञानिनोऽपि प्रमादिनः । कालादिविकलो योग:, इच्छायोग स उच्यते ॥ १ ॥ इतीच्छायोगलक्षणं ललितविस्तरादौ । ઈમ ક્રિયાનો જે યોગ, તપ જે ગુણ, તેહનો અભ્યાસ કરીને ઈચ્છાયોગે તરઈ-ભવાર્ણવ પ્રતŪ. || ૧૫-૧૯ ॥ ચરણપતિત-ચાસ્ત્રિ રહિત, એહવો શ્રાવક વલી, તે તનુધર્મા હોઈં, લઘુધર્માભ્યાસી હોઈ, તેહને પણિ જ્ઞાન, તેહિ જ પ્રધાન છઈ, મુનિને તો બેઈ ચારિત્ર = ક્રિયા સહિત અને જ્ઞાન એ બેઉ પદાર્થ મુખ્ય છઈ. અત્ર ગાવાથા— दंसणपक्खो सावय, चरित्तभट्ठे य मंदधम्मे य । दंसणचरित्तपक्खो, समणे परलोगकंखिम्मि ॥ १ ॥ इति वचनात् ज्ञान प्रधानत्वमादरणीयम् इति भावः ॥ १५-२० ॥ વિવેચન– જ્ઞાનગુણ જીવનમાં વસાવવો અત્યન્ત જરૂરી છે. તે ગુણ આત્માની પરિણતિને નિર્મળ કરનાર છે. તેનાથી કાળાન્તરે અવશ્ય ચારિત્ર અને ક્રિયાનો યોગ
SR No.001097
Book TitleDravya Gun Paryaya no Ras Part 2
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2005
Total Pages475
LanguageGujarati, Apabhramsha, Sanskrit
ClassificationBook_Gujarati & Philosophy
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy