________________
૩૯૫
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ
ઢાળ-૯ : ગાથા-૭ છે. અર્થાત્ સામે બાહ્ય જળ નથી અને અંદર મનમાં જળનો આકાર જણાય છે. તેથી જો બાહ્ય જળ પદાર્થ, જ્ઞાનાકારનું નિમિત્ત બનતું હોય તો જેવો જળનો જ્ઞાનાકાર મનમાં થયો તેવો બાહ્ય જળાકાર ઝાંઝવાના જળમાં પણ હોવો જોઈએ. પણ તે દેખાતું નથી. અને અંદર જ્ઞાનાકાર થાય છે. તેથી આ રીતે અંદરના અને બહારના આકારનો વિરોધ દેખાતો હોવાથી જણાય છે કે બાહ્યાકાર મિથ્યા છે. આવું હે બૌદ્ધ ! જો તમે કહેશો તો- તો રંગબેરંગી વસ્તુ જોઈને તે વસ્તુના વિષયવાળુ નીલપીતાદિ અનેકાકારવાળું જે જ્ઞાન થાય છે. તેને પણ મિથ્યા માનવું પડશે. કારણકે સામે તેવો વિષય તો નથી અને જ્ઞાન થયું. માટે તેવા પ્રકારના ચિત્ર-વિચિત્ર નલ-પીતાદિ આકારવાળા જ્ઞાનને પણ મિથ્યા માનવું પડશે.
તથા આજુબાજુમાં અનુકુળ સાધનો હોતે છતે જ, જે સુખના અનુભવવાળું સુખાકારજ્ઞાન થાય છે. તથા જ્યારે નીલાદિ પદાર્થ હોય ત્યારે જ નીલાદિ આકારવાળુ જે જ્ઞાન થાય છે ત્યાં સર્વત્ર વિરોધ થશે. કારણકે તમારી દૃષ્ટિએ બાહ્યવસ્તુ તો છે જ નહીં. તો પછી સુખનાં સાધનોની વિદ્યમાનતામાં જેમ સુખાકારતાનું જ્ઞાન થાય છે તેમ દુઃખના સાધનોની વિદ્યમાનતામાં પણ સુખાકારતાનું જ્ઞાન થવું જોઈએ. તથા સુખનાં સાધનોની હાજરીમાં દુઃખાકારતાનું જ્ઞાન પણ થવું જોઈએ. નીલ-પીતાદિ વસ્તુઓ વિના, કાળી-ધોળી વસ્તુઓના યોગ કાળે પણ નીલપીતાદિ આકારનું જ્ઞાન થવું જોઈએ. કારણકે તમે બાહ્યવસ્તુ જ માનતા નથી. તેથી તે વસ્તુઓ જ્ઞાનમાં નિમિત્ત છે જ નહીં, આમ માનો છો માટે આમ વિપરીત બોધ પણ થવો જોઈએ. પરંતુ આમ થતું નથી માટે બાહ્ય પદાર્થ સત્ય માનવા જોઈએ. બાહ્યપદાર્થો જ્ઞાનમાં અને વાસનામાં નિમિત્ત બને જ છે. આમ માનવું જોઈએ. જો આમ માનવામાં ન જ આવે અને બાહ્ય પદાર્થોનો અપલાપ જ કરવામાં આવે તો શેયપદાર્થો ન હોતે છતે તે તે પ્રતિનિયત વિષયવાળુ જ્ઞાન પણ ન સંભવતું હોવાથી સર્વથા આ સંસાર શુન્ય જ છે. આમ જ સિદ્ધ થાય. અને આમ કહેતાં સર્વશૂન્યજ્ઞાનવાદી એવા માધ્યમિક નામના બૌદ્ધના ચોથા પક્ષનો જે મત છે. તે સિદ્ધ થાય. પણ યોગાચારવાદીનો મત ટકે નહીં. બૌદ્ધદર્શનમાં જ કહ્યું છે કે
किं स्यात् सा चित्रतैकस्यां, न स्यात्त्वस्यां मतावपि, यदीयं स्वयमर्थानां, रोचते तत्र के वयम् ॥ १ ॥
शून्यवाद पणि प्रमाण सिद्धयसिद्धिं व्याहत छइ, ते माटिं सर्वनयशुद्ध स्याद्वाद ज वीतरागप्रणीत आदरवो. ॥ ९-७ ॥ (PI) ૩