________________
0 અરિહંત પદ ધ્યાતો થકો, દહ-ગુણ-પાયો રે
પરમ કૃપાળુ પરમાત્મા શ્રી મહાવીર મહારાજાના શ્રીમુખે ત્રિપદીને પામી શ્રી ગૌતમસ્વામીજી આદિ અગ્યારેય ગણધરોએ અંતર્મુહૂર્ત માત્રમાં જ ચૌદપૂર્વ સમેત સમસ્ત દ્વાદશાંગીની રચના કરી. પરમાત્માએ પોતાની કૈવલ્ય દૃષ્ટિથી એને પરિપૂર્ણ સુંદ૨ જાણીજોઈ એના પર પ્રામાણિકતાની મહોરછાપ મારી. તીર્થ પ્રવર્તન થયું. શ્રુત એના વહનનું અમોધ સાધન બન્યું.
સમગ્ર શ્રુતમાં ચાર-ચાર અનુયોગો સમાયેલ હતા. જે ભાવિકાલીન શ્રમણોની પ્રજ્ઞાહીનતાને લક્ષમાં લઈ યુગપ્રધાન, સાધિક નવ પૂર્વધર પૂ. શ્રીઆર્યરક્ષિતસૂરીશ્વરજી મહારાજાએ પૃથક્ પૃથક્ કરી આપ્યા. આ ચાર અનુયોગો છે. (૧) દ્રવ્યાનુયોગ (૨) ચરણકરણાનુયોગ (૩) ગણિતાનુયોગ (૪) ધર્મકથાનુયોગ.
દ્રવ્યાનુયોગમાં નવતત્ત્વ, ષદ્રવ્ય, લોક, કર્મ, અધ્યાત્મ, યોગ, ધ્યાન, લેશ્યા જેવા ગહન પદાર્થોનો સમાવેશ થાય છે.
ચરણકરણાનુયોગમાં આત્માને કર્મથી જુદો કરી સહજ સ્વરૂપને પામવા જરૂરી ચારિત્રાચાર-ક્રિયામાર્ગનો મુખ્યત્વે સમાવેશ થાય છે.
ગણિતાનુયોગમાં ક્ષેત્રનાં માપો, કાળનું સ્વરૂપ વગેરે ગણિત સંબંધિ ઝીણવટભરી માહિતિઓનો સમાવેશ થાય છે. જ્યારે
ધર્મકથાનુયોગમાં વિવિધ કથાઓ, પ્રસંગો, દૃષ્ટાંતો, ઉદાહરણો, ઉપમાઓ આદિ દ્વારા ધર્મોપદેશ કરાતો હોય છે.
જીવવિશેષને આશ્રયીને તે તે અનુયોગ દ્વારા ધર્માચાર્યો તે તે જીવને પ્રતિબોધ કરી આત્મકલ્યાણના માર્ગે ચડાવતા-ચલાવતા હોય છે. અનુયોગ એટલે વ્યાખ્યાન પદ્ધતિ. વ્યાખ્યાન-વિવેચન કરવાની શૈલિવિશેષ.
આ ચારેય અનુયોગોમાં ‘દ્રવ્યાનુયોગ’ કઠણતાની દૃષ્ટિએ અવ્વલ નંબરે છે. એમાં સમજવા-સમજાવવામાં બુદ્ધિને ખૂબ કસવી પડે છે. મતિજ્ઞાનાવરણીય તેમજ શ્રુતજ્ઞાનાવરણીય