________________
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ
ઢાળ-૯ : ગાથા-૯
४०७ પથર્ના (દૂધના) વ્રતવાળો પુરુષ દહીં જમતો નથી. અને દધિના વ્રતવાળો પુરુષ દૂધ જમતો નથી. અને અગોરસવ્રતવાળો પુરુષ ઉભયને (દહી-દૂધને) જમતો નથી. તેથી વસ્તુ ત્રણધર્માત્મક છે. આ શ્લોક શાસ્ત્રવાર્તા સમુચ્ચયના નવમા સ્તબકનો ત્રીજો શ્લોક છે.
આ રીતે અન્વયિ સ્વરૂપે અને વ્યતિરેક સ્વરૂપે એટલે કે દ્રવ્યદ્રષ્ટિએ અને પર્યાયદષ્ટિએ કોઈ પણ વસ્તુ ત્રણધર્મવાળી છે. એમ સિદ્ધાન્તની સાથે અવિરોધીપણે સર્વઠેકાણે ૩ લક્ષણો ઉતારીને કહેવાં. જગતના સર્વે પણ પદાર્થો દ્રવ્યદૃષ્ટિએ અન્વયિસ્વરૂપવાળા (સદા રહેવાવાળા અર્થાત્ બ્રૌવ્ય સ્વરૂપવાળા) છે. અને પર્યાયદૃષ્ટિએ વ્યતિરેકિસ્વરૂપવાળા (પ્રતિસમયે બદલાતા અર્થાત્ ઉત્પાદ-વ્યયના સ્વરૂપવાળા) છે.
કોઈ કોઈ દર્શનકારો કે જેઓની એકાન્ત પર્યાયદૃષ્ટિ છે અથવા એકાન્તદ્રવ્યદૃષ્ટિ છે. તેઓ કેટલાક પદાર્થો વ્યતિરેકી જ છે. અને કેટલાક પદાર્થો અન્વયિ જ છે આમ માને છે. જેમ કે નૈયાયિક વૈશેષિકો ઘટપટાદિ કેટલાક સ્થૂલ (અંધાત્મક) પદાર્થોને અનિત્ય જ (એટલે વ્યતિરેકી જ- = ઉત્પાદ વ્યયવાળા જ) માને છે. અને પૃથ્વી આદિ ૪ દ્રવ્યોના પરમાણુઓને અને આકાશાદિ પાંચ દ્રવ્યોને નિત્ય જ (એટલે કે અન્વય જ- = માત્ર ધ્રૌવ્ય સ્વરૂપવાળા જ) માને છે. તેવી જ રીતે બૌદ્ધો સર્વદ્રવ્યોને વ્યતિરેકી જ માને છે. વેદાન્તિકો સર્વ પદાર્થોને માત્ર સત્ રૂપે માનતા હોવાથી અવયિ જ માને છે. આ સઘળી એક નય તરફ ઢળી ગયેલી એકાન્તદષ્ટિ જ છે. બીજી બાજુમાં રહેલું પદાર્થનું સ્વરૂપ જોવામાં આ દૃષ્ટિ અંધ બનેલી છે.
તેથી જૈનદર્શન પામેલા મહાત્મા પુરુષોએ પછી ભલે તે સાધુ હોય, સાધ્વીજી હોય, શ્રાવક હોય, કે શ્રાવિકા હોય, આમ કોઈ પણ અંગ હોય, તો પણ શાસ્ત્રોનો ઉંડાણ પૂર્વક અભ્યાસ કરીને આવા પ્રકારની અન્યદર્શનીઓની જે જે એકાન્તમાન્યતા છે. તિહાં = ત્યાં અનેરાભાવ એટલે કે તે તે દર્શનકારોએ ન માનેલા બીજાનયની દૃષ્ટિએ બીજા ભાવ પણ, સ્યાદ્વાદની અપેક્ષાએ લોકોને દેખાડવા. જે દર્શનકારો એકાન્ત પર્યાયાર્થિકનયની દૃષ્ટિવાળા જ છે. અને તેથી સર્વે પદાર્થોને વ્યતિરેકી જ (ઉત્પાદ-વ્યયવાળા જ) માને છે. ત્યાં અનેરાભાવ (એટલે કે દ્રવ્યાર્થિકનયની દૃષ્ટિએ) અન્વયિ પણું પણ (ધ્રૌવ્યપણું પણ) સમજાવવું. એવી જ રીતે જે દર્શનકારો એકાન્ત દ્રવ્યાર્થિકનયની દૃષ્ટિવાળા જ છે. અને તેથી સર્વે પદાર્થોને અન્વયિ (ધ્રૌવ્યસ્વરૂપવાળા) છે. આમ માને છે. ત્યાં અનેરાભાવ (એટલે કે પર્યાયાર્થિકનયની દૃષ્ટિએ) વ્યતિરેકિપણું (ઉત્પાદ વ્યયવાળા પણું પણ) સમજાવવું. જગતના પદાર્થોનું સ્વરૂપ બને નયોથી ભરેલું છે. માટે બને નયોનું સ્વરૂપ સમજવું અને સમજાવવું. એ જે યથાર્થવાદ છે.