________________
૪૯૮ ઢાળ-૧૦ : ગાથા-૯
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ ગપ્રતિરસ્થાપિ = અનુભવ જ્યાં થતો નથી, ત્યાં પણ એટલેકે પક્ષી હોય કે ન હોય તો પણ ઉચુ જોતાંની સાથે જ પ્રતિબંધને પક્ષીનો અનુભવ ન થવા છતાં પણ લોકવ્યવહારથી આકાશ દેશનો (આકાશદ્રવ્યનો) પ્રતિસંધાય અનુભવ કરીને ઉપરોક્ત વ્યવહાર પ્રવર્તે જ છે. જેમ કે માણસો ઉંચુ મુખ કરીને આકાશમાં તારા આદિને દેખીને બોલી ઉઠે છે કે “આકાશમાં તારા ઉગ્યા છે” અહીં તારાના આધારરૂપે આકાશદ્રવ્ય ભાવાત્મકપણે અનુભવાય જ છે. અને તેથી જ ઉપરોક્ત વ્યવહાર થાય છે. તે માટે "વર્ધમાનઋષિનું કથન યુક્તિયુક્ત નથી. અને આધારાંશરૂપે આકાશાસ્તિકાય નામનું દ્રવ્ય છે જ.
तेह आकाश लोक अलोक भेद; द्विविध भाखिउं. यत्सूत्रम्- "दुविहे आगासे पण्णत्ते-लोआगासे य अलोआगासे य" १०-८ ॥
તે આ આકાશાસ્તિકાય દ્રવ્ય લોક અને અલોકના ભેદથી બે પ્રકારે કહેલું છે. જે કારણથી આગમોમાં આવો સૂત્રપાઠ છે. “આકાશ બે પ્રકારે કહ્યું છે એક લોકાકાશ અને બીજું અલોકાકાશ” આ બન્ને કોને કહેવાય ? તે હવે પછીની ગાથામાં આવે જ છે. તથા આકાશદ્રવ્યના વાસ્તવિક (પારમાર્થિક) રીતિએ બે ભેદ નથી. પરંતુ અખંડ એક દ્રવ્ય છે. છતાં અન્યદ્રવ્યોના સંયોગ અને વિયોગને લીધે લોક અલોક એવા બે ભેદો શાસ્ત્રોમાં જણાવ્યા છે. તે ૧૬૯ !! ધર્માદિકરૂં રે સંયુત લોક છઈ, તાસ વિયોગ અલોક | તે નિરવધિ કઈ રે અવધિ અભાવનઈ, વલગી લાગઈ રે ફોક //
સમક્તિ સૂવું રે ઈણિ પરિ આદરો . ૧૦-૯ | - ગાથાર્થ– ધર્માસ્તિકાયાદિ અન્ય દ્રવ્યોથી સંયુક્ત આકાશને લોકાકાશ કહેવાય છે. અને તેનાથી વિયુક્ત આકાશને અલોકાકાશ કહેવાય છે. તે આ અલોકાકાશની અવધિ ન હોવાથી નિરવધિક છે. જે લોકો અલોકાકાશની અવધિને વલગી લાગે છે. (ચોંટી પડે છે) તે નિરર્થક છે. (ફોગટ છે.) | ૧૦-૯ ||
ટબો- ધર્માસ્તિકાયાદિકર્યું સંયુત જે આકાશ, તે લોક છઈ. તે ધર્માસ્તિકાયાદિકનો જિહાં વિયોગ થઈ, તે અલોકાકાશ કહિઈ. તે અલોકાકાશ નિરવધિ છઇં. પતાવતા-તેહનો છેહ નથી. ૧. આ વર્ધમાનઋષિ તે, ઉદયનાચાર્યરચિત ન્યાયકુસુમાંલિ ઉપર “પ્રકાશ” નામની ટીકાના રચયિતા છે. તથા
તત્ત્વચિંતામણિ” ગ્રન્થના રચયિતા જે ગંગેશોપાધ્યાયઋષિ છે. તેઓના આ પુત્ર છે.