________________
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ ઢાળ-૧૩ઃ ગાથા-૧૭
૬૫૩ કંઈ ઉપચાર કરવો પડતો નથી તેથી તે જ તીખાશ મરચાનો ગુણ છે. આ રીતે વસ્તુનો અનુપચરિત જે સ્વભાવ છે. અર્થાત્ વાસ્તવિક જે સ્વભાવ છે તે સ્વભાવ જ સહભાવી ભાવ હોવાથી ગુણ કહેવાય છે. અને વસ્તુનો ઉપચરિત જે સ્વભાવ છે. તે જ ક્રમવર્તી હોવાથી પર્યાય કહેવાય છે. જેમ કે સુવર્ણદ્રવ્યનું કડુ-કુંડલ આદિ જે આકારો થવા રૂપ સ્વભાવ છે. તે ક્રમવર્તી હોવાથી, દ્રવ્યની સાથે સદા રહેનાર ન હોવાથી પર્યાય કહેવાય છે. આ રીતે જે અનુપચરિત સ્વભાવ છે. તે જ ગુણ છે. અને જે ઉપચરિત સ્વભાવ છે. તે જ પર્યાય હોવાથી સ્વભાવો તે ગુણ-પર્યાયોથી જુદા નથી.
તથા વળી કેવળ એકલા દ્રવ્યના આશ્રયે જે વર્તે છે તે ગુણ કહેવાય છે. અને દ્રવ્ય તથા ગુણ, એમ બન્નેના આશ્રયે જે સ્વભાવ વર્તે છે તે પર્યાય કહેવાય છે. જેમ કે સુવર્ણદ્રવ્યમાં રહેલા રૂપ રસ ગંધ સ્પર્શદિને ગુણો કહેવાય છે. અને કહુ-કુંડલ આદિને પર્યાયો કહેવાય છે. ત્યાં જે રૂપ-રસ-ગંધ અને સ્પર્શ છે. તે સ્વભાવો કેવળ એકલા સુવર્ણદ્રવ્યના આશ્રયે જ રહેનારા છે. માટે ગુણ કહેવાય છે. કડુ-કુંડલ આદિ પર્યાયો હોય તો પણ સુવર્ણદ્રવ્યમાં રૂપ-રસાદિક હોય, અને કડુ-કંડલ આદિ પર્યાયો ન હોય, કેવળ સુવર્ણની લગડી જ હોય તો પણ રૂપ રસાદિકગુણો તેમાં હોય છે. એટલે રૂપ-રસ-ગંધ અને સ્પર્શનો આધાર કેવળ એકલું સુવર્ણ દ્રવ્ય માત્ર જ છે. કોઈપણ સ્વરૂપે વર્તતા એવા કેવલ દ્રવ્યમાં જ ગુણો વર્તે છે. જ્યારે પર્યાયનો આધાર દ્રવ્ય અને ગુણ બને છે. પર્યાય હંમેશાં ઉભયને આશ્રિત છે. જેમ કે સુવર્ણનું જે કહુ-કુંડલ આદિ આકારો થાય છે. તે આકારો સ્વરૂપ પર્યાયો સુવર્ણદ્રવ્યના આશ્રયે તો થાય જ છે. અને સુવર્ણદ્રવ્યમાં રહેલા રૂપ-રસાદિક જે ગુણો છે. તે ગુણો પણ તે તે આકારે પરિણામ પામતા દ્રવ્યની સાથે તે તે સ્વરૂપે પરિણામ પામે છે તે માટે પર્યાય ગુણોને આશ્રિત પણ કહેવાય છે.
સારાંશ કે “વ્યાશ્રયા નિ ગુWIT” આ લક્ષણના આધારે જે ગુણો છે તે માત્ર દ્રવ્યના આશ્રયે જ વર્તે છે. પરંતુ જે પર્યાયો પ્રગટ થાય છે. તે જો કે થાય છે દ્રવ્યમાં, પરંતુ જે પર્યાયો છે. તે ગુણોનું જ રૂપાન્તર છે. અથવા ગુણોની જ હાનિ-વૃદ્ધિ રૂપ છે. તેથી દ્રવ્યના આશ્રયે ગુણોની જે હાનિ-વૃદ્ધિ કે રૂપાન્તરતા તે જ પર્યાય કહેવાય છે. માટે પર્યાય ઉભયાશ્રિત છે. આ રીતે સ્વભાવો તે ગુણ-પર્યાયથી ભિન્ન નથી.
આ બાબતમાં ઉત્તરાધ્યયન સૂત્રમાં પણ કહ્યું છે કે
ગુણોનો આશ્રય દ્રવ્ય છે. ગુણો હંમેશાં એક દ્રવ્યમાત્રાશ્રિત છે. અને પર્યાયોનું લક્ષણ સદા (દ્રવ્ય તથા ગુણ એમ) ઉભય આશ્રિતપણુ હોય છે”