SearchBrowseAboutContactDonate
Page Preview
Page 445
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૩૦ ઢાળ-૧૬ : ગાથા-૩ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ એ શુભમતિ માતા, દુર્મતિ વેલી કૃપાણી | એ શિવસુખ સુર તરુ ફલ રસાસ્વાદ નિસાણી છે ૧૬-૩ || ગાથાર્થ– આ દ્રવ્યાનુયોગને સમજાવનારી વીતરાગ પરમાત્માની વાણી સામાન્ય છે. એમ ન જાણો. આ તો સાક્ષાત્ જિનેશ્વર ભગવાનની બ્રહ્માણી છે. (વાણી છે) સાવધાનતા પૂર્વક સાંભળો. આ તો તત્ત્વોરૂપી રત્નોની ખાણ છે. આ વાણી શુભમતિની માતા (જન્મ આપનારી) છે. અને દુર્મતિરૂપી વેલડીને કાપવામાં કુહાડી સમાન છે. આ વાણી મુક્તિનાં સુખરૂપી કલ્પવૃક્ષોનાં ફળોના રસાસ્વાદની નિશાની રૂપ છે. ll૧૬-all બો- અને આ નયાર્થ વ્યાખ્યાનને “સામાન્ય” એમ મ જાણો. એ તો જિનપ્રણીત બ્રહ્માણી. યતઃ ભગવતી શ્રીમલેન બ્રહથી ક્ષિuિોલિરા, સી ब्रह्माणी इत्युच्यते. ભલીપરિ સાંભલો, ધારી, તજ્વરૂપ જે રન, તેહની એ ખાણી છઇ, ઉત્પત્તિસ્થાનક છઈ. એ શુભમતિ=ભલી જે મતિ. તેમની માતા છઈ. રૂડી મતિની પ્રસવનહારી. દૂરમતિ-મિથ્યાત્વાદિ, તરૂપ જે વેલી, તેહને છેદવાને કૃપાણી તુલ્ય છઈ. એ શિવસુખ તે મોક્ષસુખ, તêપ જે સુરતરુ = કલ્પવૃક્ષ, તેહના જે ફળ, તેહનો જે સ્વાદ, તેહની નિશાની છઈ. યાદગીરી છઈ મોક્ષસુખની. II ૧૬-૩ II વિવેચન– વીતરાગ પરમાત્માની આ વાણી કેવી છે ? તે ઉપર જ વધારે સ્પષ્ટતા કરે છે. આ વાણી “સામાન્ય” છે. એમ ન જાણો. પરંતુ અમૂલ્ય રત્નોની ખાણ છે. તેથી સાવધાનતા પૂર્વક સાંભળવા જેવી છે. अने आ नयार्थ व्याख्यानने "सामान्य" एम म जाणो, ए तो जिनप्रणीत ब्रह्माणी. यतः भगवता श्री ऋषभदेवेन ब्राह्मया दक्षिणकरेणोपदिष्टा, सा ब्रह्माणी इत्युच्यते, તથા વળી નયોના અર્થવાળા આ વ્યાખ્યાનને “આ તો સામાન્ય વ્યાખ્યાન છે” અર્થાત્ “સાધારણ વસ્તુ છે” તુચ્છ વસ્તુ છે આમ ન જાણો, નયોની વાતો બહુ જ ઉંડાણ પૂર્વકની હોય છે. તેમાં ગંભીર અભ્યાસ હોવો જરૂરી છે. ઉપર ઉપરથી સમજતાં અધકચરૂ જ સમજાય છે અને તેથી શંકાશીલતા જ રહે છે. તથા ઉપર ઉપરથી જોઈ જવાથી બધુ જ આવડી ગયું છે એમ માની લેવાથી અજ્ઞાનતા જ રહે
SR No.001097
Book TitleDravya Gun Paryaya no Ras Part 2
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2005
Total Pages475
LanguageGujarati, Apabhramsha, Sanskrit
ClassificationBook_Gujarati & Philosophy
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy