SearchBrowseAboutContactDonate
Page Preview
Page 453
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૩૮ ઢાળ-૧૬ : ગાથા-૭ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ આ વાણીથી ગુણસ્થાનકો ઉપર આગળ આગળ ચઢતા અનેક આત્માઓએ મુક્તિરૂપી પટરાણીને પ્રાપ્ત કરી છે. અને પ્રાપ્ત કરે છે. પટરાણી પ્રત્યે ગમન કરે છે. જેમ ઘાણી તલને પીલે છે. તેમ અનેક આત્માઓ આ વાણીથી ઘનઘાતી સઘળાં કર્મોને પીલે છે. ઘનઘાતી કર્મોનો ક્ષય કરે છે. આ વાણીથી ક્ષમા-નમ્રતા-આર્જવતા આદિ ઘણા નિર્મળ ગુણો, અનેક ભવ્ય આત્માઓ કે જેઓ પરમાત્મા પ્રત્યે આસ્થાવંત (શ્રદ્ધાસંપન્ન) છે. તેઓ પ્રાપ્ત કરે છે. આવા પ્રકારના પ્રભાવવાળી આ વીતરાગ પરમાત્માની વાણી છે. જે ૨૭૨ છે ખલ જન જો એમાં, દ્વેષ ધરઈ અભિમાણી ! તો પણિ સજ્જનથી એહની ખ્યાતિ મચાણી | ગુણ-મણિ રયણાયર, જગિ ઉત્તમ ગુણઠાણી ! જસ દિઈ ગુણિ સજ્જનનઈ, સંઘ અનંતકલ્યાણી . ૧૬-૭ | ગાથાર્થ– જે ખલજન (દુર્જન) છે. અને અભિમાની છે. હલકી પ્રકૃતિવાળા છે. તેઓ જો કે આ વીતરાગપ્રભુની વાણીમાં દ્વેષ ધરે છે. (અરૂચિ કરે છે) તો પણ સજ્જનો દ્વારા આ વાણીની પ્રસિદ્ધિ આખા જગતમાં ચોતરફ મચાણી છે. ગુણોરૂપી રત્નોના મહાસાગર બનેલા એવા, અને તેથી જ જગતમાં ઉત્તમ ગુણસ્થાનકવાળા બનેલા એવા જે ગુણવાન મહાત્મા પુરુષો છે. તેવા પ્રકારના તે શ્રી સજ્જનોને અને અનંતકલ્યાણસંપન્ન એવા ચતુર્વિઘ શ્રી સંઘને આ વાણી યશને આપનારી બને છે. ૧૬-૭ | ટબો- ખલજન તે નીચજન, એહમાં દ્વેષ ધરસ્યો, યત: ઉત્નક્ષ नौश्च खलजिह्वा च, प्रतिकुलविसर्पिणी । जनः प्रतारणायेव, दारुणा केन निर्मिता ? ॥ १ ॥ इति खललक्षणम्, જે અભિમાની છઈ, પોતાનું બોલું મિથ્યાત્વાદિક મુક્તા નથી. તો પણિ સજ્જનની સંગતિથી એહ વાણીને ખ્યાતિ-તે પ્રસિદ્ધતાપણું મચાણી, વિસ્તારપણાને પામે છે. ગુણમણિ-ગુણ રૂપ જે મણિ, તેહનો રત્નાકર તે-સમુદ્ર, જગમાંહે તે ઉત્તમગુણસ્થાનક છે. ગુણિજન-જે સત્સંગતિક પ્રાણી, તેહને ચશને દેણહારી, એવી જે વાણી, તે સજ્જનના અને અનંત કલ્યાણી સંઘને મહારી યશસુસૌભાગ્યની આપણહારી એવી ભગવદ્ વાણી છઈ, || ૧૬-૭ II
SR No.001097
Book TitleDravya Gun Paryaya no Ras Part 2
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2005
Total Pages475
LanguageGujarati, Apabhramsha, Sanskrit
ClassificationBook_Gujarati & Philosophy
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy