________________
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ
પ્રસ્તાવના
૩૧
નવમી ઢાળમાં ઃ
‘ઉત્પાદ-વ્યય અને ધ્રુવ’ આમ ત્રિપદી સમજાવી છે. સર્વે દ્રવ્યો પ્રતિસમયે પૂર્વપર્યાયની અપેક્ષાએ વ્યયાત્મક, ઉત્તરપર્યાયની અપેક્ષાએ ઉત્પાદાત્મક અને દ્રવ્યસ્વરૂપે ધ્રુવાત્મક આમ ત્રિપદી સ્વરૂપ છે. વ્યવહારનય ભેદગ્રાહી હોવાથી પૂર્વસમયમાં વ્યય અને ઉત્તર સમયે ઉત્પાદ કહે છે. જેમ કે બારમા ગુણસ્થાનકના ચરમસમયે જ્ઞાનાવરણીયનો ક્ષય, અને તેરમાના પ્રથમ સમયે કેવલજ્ઞાન થાય છે આમ કહે છે. પરંતુ નિશ્ચયનય અભેદગ્રાહી હોવાથી એક જ સમયમાં વ્યય-ઉત્પાદ કહે છે. અને ધ્રુવ તો છે જ. બારમાનો જે ચરમસમય છે. તે જ તેરમાનો પ્રથમ સમય છે. અને તે એક જ સમયમાં જ્ઞાનાવરણીયનો ક્ષય અને કેવલજ્ઞાનની ઉત્પત્તિ થાય છે. આમ કહે છે.
તથા જે સમયે વસ્તુ નાશ પામે છે તે એક સમયમાં જ નષ્ટ નશ્યમાન અને તંતે કહેવાય છે. તેવી જ રીતે જે સમયે વસ્તુ ઉત્પાદ પામે છે તે એક સમયમાં જ ઉત્પન્ન, ઉત્પદ્યમાન અને ઉત્પત્યંતે કહેવાય છે. એક એક સમયમાં અનંત અનંત પર્યાયોને આશ્રયી આવી રીતે અનંત વ્યય, તે જ રીતે અનંત ઉત્પાદ અને અનંત ધ્રુવત્વ છે આ વિષય સમજાવ્યો છે.
તથા ઉત્પાદના બે પ્રકાર (૧) પ્રયત્નજન્મ. અને (૨) વિશ્વસા. તે જ રીતે વ્યયના બે પ્રકાર (૧) રૂપાન્તરનાશ અને (૨) અર્થાન્તરનાશ. વળી ધ્રુવના પણ બે પ્રકા૨ (૧) પરિમિતકાલનું ધ્રુવત્વ (૨) ત્રૈકાલિક ધ્રુવત્વ આ ભેદ-પ્રભેદો સારી રીતે સમજાવ્યા છે.
દશમી ઢાળમાં ઃ
ધર્મ, અધર્મ, આકાશ, કાલ, જીવ અને પુદ્ગલ આ છ દ્રવ્યોનું વર્ણન છે. પ્રથમનાં ૩ દ્રવ્યો એક એક છે. પાછળનાં ૩ દ્રવ્યો અનંત છે. જો ધર્મદ્રવ્ય ન માનીએ તો સિદ્ધપ૨માત્માની લોકાગ્રે ગતિ જે વિરામ પામે છે તે વિરામ ન પામે પરંતુ અનંત અલોકમાં અનંત ગતિ કર્યા જ કરે. જે બરાબર નથી. જો અધર્મ દ્રવ્ય ન માનીએ અને તેના વિના જીવ-પુદ્ગલની સ્થિતિ થતી હોય આમ માનીએ તો અલોકમાં પણ ક્યાંક જીવ-પુદ્ગલની નિત્યસ્થિતિ હોવી જોઈએ. આવી યુક્તિઓથી આ બે દ્રવ્યોની સિદ્ધિ કરી છે. તે બે દ્રવ્યો લોકાકાશ પ્રમાણ છે.
આકાશ પ્રસિદ્ધ જ છે. તેના પરદ્રવ્યાપેક્ષિત બે ભેદ છે. જીવ પુદ્ગલાદિના સંયોગવાળું આકાશ તે લોકાકાશ અને જીવ-પુદ્ગલના સંયોગ વિનાનું જે આકાશ તે અલોકાકાશ છે. લોકાકાશ ચારે બાજુથી પરિમિત છે અને અલોકાકાશ નિરધિક છે. જો અલોકાકાશને સાધિક માનીએ તો અલોકાકાશને છેડે ફરીથી આવો બીજો લોકાકાશ છે આમ માનવું પડે. તે શાસ્ત્રથી વિરુદ્ધ છે. માટે અલોકાકાશ નિરવવિધક છે. કાળની બાબતમાં શ્વેતાંબર આમ્નાયમાં બે નયને આશ્રયી બે વિચારધારા પ્રવર્તે છે. એક વિચારધારા એવી છે કે જીવ