________________
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ
કળશ
૭૫૫
કળશ
ઈમ દ્રવ્ય ગુણ પર્યાયે કરી, જેહ વાણી વિસ્તરી | ગતપાર ગુરુ સંસારસાગર, તરણ તારણ વરતરી | તે એહ ભાખી સુજનમધુકર, રમણ સુરતરુ મંજરી | શ્રીનયવિજય વિબુધ ચરણસેવક, જસવિજય બુધ જય કરી .
ગાથાર્થ– આ પ્રમાણે દ્રવ્ય ગુણ અને પર્યાયોના વર્ણનને સૂચવનારી જે આ વાણી છે. તે મેં વિસ્તારી છે. (મેં આ ગ્રંથની રચના કરી છે) તથા ઉંડા એવા સંસારસાગરનો પાર પામેલા એવા જે ગુરુભગવંતો છે. તે પોતે તરનાર અને તારનાર એવી શ્રેષ્ઠ હોડી સમાન છે. તે ગુરુજીની કૃપાથી રચાયેલી આ વાણી સજજનોરૂપી ભમરાઓને આનંદ આપનારી કલ્પવૃક્ષોની મંજરી સમાન છે. આ પ્રમાણે પંડિત શ્રી નયવિજયજીના ચરણસેવક એવા પંડિતશ્રી યશોવિજયજીની આ રચના જય આપનારી છે. તેઓશ્રીના યશને વધારનારી છે. તે ૨૮૫ /
ટબો- ઈમ દ્રવ્યગુણ પર્યાયે કરીને જે વાણી દ્રવ્યનું લક્ષણ, ગુણનું લક્ષણ, અને પર્યાયનું લક્ષણ તેણે કરીને જે વાણી, વિસ્તાર પણે પામી છે. ગતપાર તે પ્રાપ્તપાર, એહવા જે ગુરુ, તે કહેવા છે ? સંસાર રૂપ સાગર, તેહના તરણ-તારણ વિષે, વર કહેતાં પ્રધાન, તરી સમાન છઈ, “તરી” એહવો નામ જિહાજનો છઈ.
તેહ મેં ભાખી, તે કેહને અર્થે ? તે કહે છે - સુજન જે ભલો લોક, સત્સંગતિ ક. આત્મદ્રવ્યઈ પદ્ધવ્યનાં ઉપલક્ષણ-ઓળખણહાર, તેહને રમણીક સુરત) જે કલ્પવૃક્ષ, તેહની મંજરી સમાન છે.
| શ્રી નયવિજય પંડિત-શિષ્ય ચરણ સેવક સમાન જશવિજય બુધને જયકારીજયકારિણી-જયની કરણહારી અવશ્ય જસ સૌભાગ્યની દાતા છે. એવી “મવદ્વાઈ જિરે ગયા” ત્યાશીર્વનન્ ૨૮૫ ”
વિવેચન- કળશરૂપે રચાયેલા અંતિમ શ્લોકનો ભાવાર્થ સમજાવે છે
इम द्रव्यगुण पर्याये करीने, जे वाणी, द्रव्यनुं लक्षण, गुण- लक्षण, अने पर्याय, लक्षण, तेणे करीने जे वाणी, विस्तारपणे पामी छे. गतपार ते प्राप्तपार,