Book Title: Dravya Gun Paryaya no Ras Part 2
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat

View full book text
Previous | Next

Page 472
________________ કળશ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ ૭૫૭ श्री नयविजय पंडित-शिष्य चरणसेवकसमान जसविजयबुधने जयकारीजयकारिणी-जयनी करणहारी अवश्य जस सौभाग्यनी दाता छे. एहवी "भगवद्वाणी चिरं जीयात्" इत्याशीर्वादवचनम् ॥ २८५ ॥ ૩. પંડિતશ્રી નયવિજયજી, જે (મારા) ગુરુ મહારાજશ્રી છે. તેઓના ચરણોના સેવક એવા મેં એટલે કે પંડિતશ્રી યશોવિજયજીએ આ ગ્રંથરચના બનાવી છે. કે જે આ રચના ગ્રંથકારને જય-વિજય આપનારી છે. જય-વિજયને કરવાના સ્વભાવવાળી છે. અર્થાત્ સૌભાગ્યને આપનારી છે. આવા પ્રભાવવાળી પરમાત્માની આ વાણી યાવચંદ્ર દિવાકર સુધી જય પામો. આ પ્રમાણે જિનવાણીની સ્તુતિ કરવા સ્વરૂપ આ સઘળાં વચનો ભક્તિ દ્વારા પ્રગટ થયેલ છે. અને આશીર્વાદ સ્વરૂપ વચનો છે. | ૨૮૫ || કાવ્ય इयमुचितपदार्थोल्लापने भव्यशोभा, बुधजनहितहे तुर्भावना पुष्पवाटी, अनुदिनमित एव ध्यानपुष्पैरुदारै, र्भवतु चरणपूजा जैन वाग्देवतायाः ॥१॥ ઈતિશ્રી ઉપાધ્યાય શ્રી જસવિજયગણિકૃત દ્રવ્યગુણપર્યાયનો રાસ સંપૂર્ણ સંવત ૧૭૨૯ વર્ષે ભાદરવા વદિ ૨ દિને લિખિ સાહા કપૂરસૂત સાહા સૂરચંદે લિખાવિતમ્ II કાવ્યાર્થ– ઉચિત એવા પદાર્થોને પ્રતિપાદન કરનારી એવી આ દ્રવ્યગુણ પર્યાયના રાસની રચના રૂપ વાણી, સાંભળવા દ્વારા કાનની શોભા સ્વરૂપ છે. પંડિત પુરુષોના હિતનું કારણ છે. ભાવના રૂપી પુષ્પોને પ્રગટ કરવામાં ઉદ્યાન સમાન છે. આ વાણીના અભ્યાસથી જ પ્રતિ દિન પ્રાપ્ત થતા ઉદાર એવાં અને ખીલેલાં એવાં ધ્યાનરૂપી પુષ્પો દ્વારા શ્રી જૈનવાણી સ્વરૂપ સરસ્વતી દેવીની ચરણપૂજા હોજો. અરિહંત પરમાત્માની આ વાણી રૂપી સરસ્વતી દેવીની અમારા દ્વારા કરાયેલી આ પૂજા હોજો. આ વાણી જ અનંતકલ્યાણ કરનારી થજો. આ પ્રમાણે ઉપાધ્યાય શ્રી યશોવિજયજી ગણિવરે બનાવેલો આ દ્રવ્યગુણ પર્યાયનો રાસ સમાપ્ત થયો. વિક્રમ સંવત ૧૭૨૯ મા વર્ષે ભાદરવા વદી ૨ના દિવસે લહીઆએ હસ્તપ્રતમાં લખ્યો, અને શાહ કપુરચંદના સુપુત્ર શાહ સુરચંદ શેઠે લખાવ્યો. समाप्तोऽयं महाग्रन्थः

Loading...

Page Navigation
1 ... 470 471 472 473 474 475