Book Title: Dravya Gun Paryaya no Ras Part 2
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૭૫૪ ઢાળ-૧૭ : ગાથા-૯-૧૧
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ નામનો ન્યાયશાસ્ત્રનો મહાગ્રંથ કે ન્યાયના સર્વ ગ્રંથોમાં જે શિરોમણિ સમાન કહેવાય છે. તે મહાગ્રંથ પણ મેં સહેજે સહેજે બહુ પ્રયત્ન કર્યા વિના પ્રાપ્ત કર્યો છે. જેઓની કૃપાથી અલભ્ય લાભો પણ મેં મેળવ્યા છે. તેવા તે ગુરુજીના સઘળા ગુણો મારી આ એક જિહાએ કરીને હું કેવી રીતે ગાઈ શકું? જો કે મારું મન તો તેઓના ગુણો ગાવાને ગહગાહી (થનગણી) રહ્યુ છે. અત્યન્ત આતુર છે. તો પણ ગુણો અનંતા છે. મારી જીભ એક જ છે. અને આયુષ્ય પરિમિત છે. તથા જિલ્લા ક્રમવતી જ છે. તેથી તેઓના ગુણો ગાવાની મારી પ્રબળ ઈચ્છા હોવા છતાં તે બાબતમાં પૂર્ણ કાર્ય કરવા માટે હું અસમર્થ છું. મેં ૨૮૩ |
ते गुरुनी भक्ति-गुरु प्रसन्नतालक्षणे शुभशक्ति, ते आत्मानी अनुभव दशा, तेणे करीने एहवाणी-द्रव्यानुयोगरूप प्रकाशी-प्ररूपी. वचनद्वारे करीने कवि जसविजय भणइं क. कहे छे. "ए भणज्यो, हे आत्मार्थियो ! प्राणियो ! ए भणज्यो. दिन दिनવિશે વિશે વધુ અભ્યાસ કરીને મળ્યો. અતિ પ્યારે. ૨૭-૧૨ "
આ ગુરુની સેવાભક્તિ કરવા દ્વારા મેં તેઓની અત્યન્ત પ્રસન્નતા પ્રાપ્ત કરી છે. ગુરુજીની તે અત્યન્ત પ્રસન્નતા દ્વારા મારામાં આ વિષયની કંઈક શક્તિ પ્રગટ થઈ છે. અહીં શક્તિ એટલે આત્માની દ્રવ્યાનુયોગ સંબંધી પ્રાપ્ત થયેલી અનુભવ દશા. દ્રવ્યાનુયોગનો વિષય હૃદયમાં યથાર્થપણે સમજાયેલો, બરાબર સંગત થયેલો, જ્યારે બને છે. ત્યારે આ આત્માને પોતાને પણ સ્વયં તેવી અનુભૂતિ થાય છે. આ કારણે મળેલી ગુરુની સુપ્રસન્નતા દ્વારા પ્રાપ્ત કરેલી શુભ શક્તિ વડે (એટલે કે પ્રાપ્ત થયેલી અનુભૂતિ વડે) “દ્રવ્યગુણ પર્યાયના રાસના નામે દ્રવ્યાનુયોગને સમજાવનારી આ વીતરાગ પરમાત્માની વાણી મેં પ્રકાશી છે.” વચનોચ્ચાર દ્વારા પ્રરૂપી છે. શબ્દાત્મકપણે ગ્રંથરૂપે ગુંથી છે. કવિ શ્રી યશોવિજયજી મહારાજશ્રી (ગ્રંથકારશ્રી પોતે) શ્રોતાવર્ગને હિતશિક્ષા આપતાં ભણે છે (કહે છે) કે “આ ગ્રંથ ભણજો, હે આત્માર્થી સજ્જનો ! આ ગ્રંથ ઘણી મહેનત કરીને પણ ખુબ ભણજો. દિન દિન એટલે કે દિવસે દિવસે ઘણો અભ્યાસ કરીને પણ આ ગ્રંથને બહુ જ ભણજો. જાણજો. ઉંડો અભ્યાસ કરજો. આ વીતરાગ પરમાત્માની પરમ પ્રકૃષ્ટ વાણી છે. તથા “કવિ જશવિજય” શબ્દ લખીને ગ્રંથકારશ્રીએ પોતાનું ગ્રંથકર્તા તરીકેનું નામ સ્પષ્ટપણે જણાવ્યું છે. તે ૨૮૪ ”
સત્તરમી ઢાળ સમાપ્ત