________________
૭૫૩
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ ઢાળ-૧૭ : ગાથા-૯-૧૧ ભણાવવા બીલકુલ રાજી હોતા નથી કારણ કે જૈન સાધુઓની મતિ જૈનદર્શનના સંસ્કારથી વાસિત હોવાના કારણે બ્રાહ્મણોની સાંખ્ય-મીમાંસક વેદાંત અને ન્યાયદર્શન આદિની માન્યતાઓનું તેઓ ભાવિમાં નિરસન કરનારા જ થાય છે. માટે ભણાવવા રાજી હોતા નથી. તથા ધનાદિની પ્રાપ્તિ પણ ધનના ત્યાગી એવા જૈન સાધુઓ પાસેથી અપ્રાપ્ય બને છે. ઈત્યાદિ કારણોએ તેઓ ભણાવવા ખુશી હોતા નથી. તો પણ મારા ગુરુ શ્રીનવિજયજીએ આ બધી જ મુશ્કેલીઓ ટાળીને પોતાના શિષ્યને કાશી મોકલીને ત્યાંના પ્રકાણ્ડ પંડિતો પાસે સ્વ-પર શાસ્ત્રોનો ઉંડો અભ્યાસ મને કરાવ્યો છે. એટલું જ નહીં પરંતુ ત્યાં ભણવાની બધી સાનુકુળતા કરી આપવા દ્વારા સારો અભ્યાસ કરાવીને ત્યાંના પ્રખર ગણાતા પંડિતો પણ આશ્ચર્યચકિત થાય તેવો સુંદર અભ્યાસ કરાવવાની વ્યવસ્થા મને કરી આપી છે. તથા મેં પણ વિશિષ્ટ પ્રયત્ન દ્વારા સુંદર અભ્યાસ કરીને તેઓની આવી કૃપાથી (વિરોધી ગણાતા પણ) તે પંડિતો દ્વારા “ન્યાયવિશારદ” નું બિરુદ પ્રાપ્ત કર્યું છે.
તથા ગુરુજી શ્રીનયવિવજયજીની અમૃતસમાન સુમધુર વાણીથી સમ્યગ્દર્શન સ્વરૂપ જે પરમાત્માનાં (સ્વદર્શનનાં) વચનો પ્રત્યેની હાર્દિક સુરુચિ સ્વરૂપ જે ગુણ છે. તે ગુણની સુવાસ સાથે મારી મતિ જેઓની સેવાએ કરીને વાસિત બની છે. “ નિર્દિ નિત્ત, તમેવ સર્ચ નિરંવ” જિનેશ્વર પરમાત્માઓએ જે કહ્યું છે. તે જ સત્ય છે. નિર્ણાંક છે. ઈત્યાદિ રૂપ જે આસ્તિક્તા ગુણ છે. તે ગુણ દ્વારા મારી મતિ ગુરુજી વડે જિનવાણી પ્રત્યે સુરુચિની સુવાસવાળી કરાઈ છે. મારા અંગેઅંગમાં જિનવાણીનો રંગ પ્રણમી ગયો છે. તેઓની (તે નયવિજયજીની) પોતાની ઈચ્છા હતી (અથવા “સ્વેચ્છા" એટલે મારી પોતાની પણ એવી ઈચ્છા હતી) કે જૈનદર્શનના દ્રવ્યાનુયોગને સમજાવતો ગુજરાતી કાવ્યરૂપે એકગ્રંથ રચાય તો સારું થાય. તેથી તેઓની અથવા મારી પોતાની ઈચ્છા ઉપરની રુચિગુણે કરીને મેં “ફ” = આ ગ્રંથની રચના કરી છે. ગુરુજીની ઈચ્છાને અનુસાર તથા મારી આન્તરિક ઉત્કટ ભાવનાને અનુસાર દ્રવ્યાનુયોગને સમજાવનારો દ્રવ્યગુણ પર્યાયનો રાસ” એ નામનો આ એક મહાગ્રંથ બનાવ્યો છે. | ૨૮૨ ||
जस सेवा-तेहनी सेवा रूप जे सुप्रसाद, तेणे करीने सहजमांहे चिंतामणिशिरोमणि नामे महान्यायशास्त्र, ते लह्यो, पाम्यो, तस गुण, तेह जे मारा गुरु, तेहना संपूर्ण गुण, एक जिह्वाए करीने, किम गाइ शकाइ ? अने माहरु मन तो गावाने गहगही रयुं छे. आतुर थयुं छइ. ॥ १७-१० ॥
જે મારા ગુરુ શ્રી નયવિજયજી મહારાજશ્રી છે. તેઓની સેવા કરવા દ્વારા મારા ઉપર વરસેલી તેઓની જે સુકૃપા છે. તે સુકૃપાએ કરીને દુષ્માપ્ય એવો પણ “ચિંતામણિ”