________________
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ
ઢાળ-૧૭ : ગાથા-૯-૧૧
૭૫૧
શ્રી હીરવિજયસૂરીશ્વરજી
આચાર્ય વિજયસેનસૂરીશ્વરજી
ઉપાધ્યાય શ્રી કલ્યાણવિજયજી
આચાર્ય વિજયદેવસૂરીશ્વરજી
ઉ. શ્રી લાભવિજયજી
આચાર્ય વિજયસિંહસૂરીશ્વરજી
શ્રી જિતવિજયજી શ્રી નવિજયજી
ઉપા. શ્રી યશોવિજયજી જસ સેવા સુપસાયઈ સહજિં, ચિંતામણિ મેં લહિઉં / તસ ગુણ ગાઈ શકું કિમ સઘલા, ગાવાનો ગહ ગહિઓ રે !
હમચડી . ૧૭-૧૦ | તે ગુરુની ભગતિ શુભશક્તિ, વાણી એહ પ્રકાશી ! કવિ જસવિજયભણઈ “એ ભણિયો,દિનદિનબહુઅભ્યાસીરે
હમચડી . ૧૭-૧૧ , જે મારા ગુરુ શ્રી નવિજયજીએ સ્વશાસ્ત્ર અને પરશાસ્ત્રોના મારા અભ્યાસ માટે ઘણા ઉપાયો કરીને મને કાશી મોકલ્યો હતો. જેમના પ્રતાપે મારી બુદ્ધિ સમ્યકત્વ રૂપ જે ઉત્તમરુચિ છે તે શુભ ગુણોની સુગંધિતાથી વાસિત બની છે. જે ૧૭-૯ |
જે (મારા) ગુરુજીશ્રી નવિજયજીની સેવારૂપ સુપ્રસાદથી સહેજે સહેજે (અલ્પપ્રયત્નમાં) જ ચિંતામણિ રત્નતુલ્ય સમ્યકત્વાદિ ગુણરૂપી રત્ન મેં પ્રાપ્ત કર્યું છે. અથવા ચિંતામણિ નામનું ન્યાયનું મહાશાસ્ત્ર હું પ્રાપ્ત કરી શક્યો છું. તે ગુરુજીના ગુણો ગાવાને ગમે તેટલો ઉત્સાહિત હોઉં. તો પણ (એટલે કે એટલા બધા ગુણો છે કે, તે સઘળા ગુણો હું કેમ ગાઈ શકું? અર્થાત્ ન જ ગાઈ શકું. / ૧૭-૧૦ |
ભક્તિથી તે ગુરુજીની અત્યન્ત પ્રસન્નતા પ્રાપ્ત કરીને મારી પોતાની સારી એવી સઘળી શક્તિ અને ભક્તિ દ્વારા દ્રવ્યાનુયોગની આ વાણી મેં પ્રકાશી છે. કવિરાજ શ્રી યશોવિજયજી મહારાજશ્રી કહે છે કે હે ભવ્ય પ્રાણીઓ ! તમે દરરોજ (પ્રતિદિવસે)