Book Title: Dravya Gun Paryaya no Ras Part 2
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ ઢાળ-૧૭ : ગાથા-૭-૮
૭૪૯ મહારાજશ્રીથી ક્રમશઃ થયેલી ઉપાધ્યાયજી મહારાજશ્રીની પાટ પરંપરા સમજાવે છે. કારણ કે પૂજ્યશ્રી યશોવિજયજી મહારાજશ્રી કે જે આ ગ્રંથના કર્તા છે. તે હવે જણાવાતી ઉપાધ્યાયજીની પાટ પરંપરામાં થયેલા છે. તેથી ઉપાધ્યાયજીની પાટ પરંપરા પણ જણાવે છે.
श्री कल्याणविजयनामा वडवाचक-महोपाध्याय बिरुद पाम्या छे. श्री हीरविजयसूरीश्वरना शिष्य जे छे. उदयो = जे उपना छे. जस गुणसंतति-ते श्रेणी गाइ छे. सुर किन्नर प्रमुख निशदिस - रात्रिदिवस, गुणश्रेणी सदा काले गाय छे.
પૂજ્ય આચાર્યદેવ શ્રી હીરવિજયસૂરીશ્વરજી મહારાજશ્રી (કે જેઓએ બાદશાહ અકબરને પ્રતિબોધ કર્યો હતો તેઓ) ના શિષ્યરત્ન, મહોપાધ્યાયની પદવીવાળા શ્રી કલ્યાણવિજયજી”નો ઉદય થયો, તેઓ શ્રી હીરવિજયસૂરીશ્વરજીના શિષ્ય હતા અને મહોપાધ્યાયનું બિરુદ (મહોપાધ્યાયની પદવી) પામ્યા હતા. અહી જે ય શબ્દ છે. તેનો અર્થ ઉત્પન્ન થયા, એવો કરવો. જેમ પૂર્વદિશામાં સૂર્યનો ઉદય થાય છે. તેમ શ્રી હીરવિજયસૂરીશ્વરજીની પાટપરંપરામાં મહોપાધ્યાય શ્રી કલ્યાણવિજયજીનો ઉદય થયો. તેમની પાટે સૂર્યની જેમ ચમક્યા, પ્રકાશમાન થયા.
જે કલ્યાણવિજયજીના ગુણોની પરંપરાને એટલે કે ગુણોની શ્રેણીને દેવો અને દાનવો વિગેરે નિહિત અર્થાત્ રાત અને દિવસ ગાય છે. જે મહાત્મા પુરુષો હોય છે. તેઓના ગુણોની શ્રેણીને દેવો દાનવો અને માનવો રાત દિવસ ભલા ભાવથી ગાયા જ કરે છે. (અહીં “દિવસ” શબ્દ ઉપરથી દિસ શબ્દ બન્યો છે.) | ૨૭૯ //
तेहना शिष्य गुरु लाभविजय वड पंडित छे. पंडितपर्षदामां मुख्य छे. तास शिष्य-तेहना शिष्य महा सोभागी छे. श्रुत व्याकरणादिक बहुग्रंथमांहि नित्य जेहनी मति लागी छइ. एकांते-वाचना-पृच्छना-परावर्तना-अनुप्रेक्षा धर्मकथा लक्षण पंचविध સફાય ધ્યાન રતા રહે છે. જે ૨૭-૭ |
તેમના શિષ્ય (એટલે કે કલ્યાણવિજયજીના શિષ્ય) ગુરુજી શ્રી લાભવિજયજી મોટા પંડિત (મહારાજા) થયા. એટલે કે પંડિતોની સભામાં જેઓ અગ્રેસર હતા. “તાર સી” આ શબ્દનો અર્થ તેઓના શિષ્ય એટલેકે શ્રી કલ્યાણવિજયજી મ. ના શિષ્ય લાભવિજયજી મ. થયા, તે મહાપંડિત પણ હતા અને સૌભાગ્યશાળી પણ હતા. સર્વ