________________
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ ઢાળ-૧૭ : ગાથા-૬
૭૪૭ જીવનમાં પણ કંઈક આવું જ બન્યું હોય એમ લાગે છે. પરમપૂજ્ય શ્રી સિંહસૂરીશ્વરજી મહારાજશ્રીને પોતાને આ દ્રવ્યાનુયોગનો વિશિષ્ટ અને સુંદર અભ્યાસ ગુરુપરંપરાથી પ્રાપ્ત થયો હતો અને તેઓએ જ બુદ્ધિશાળી અને વિનીત એવા આ (ગ્રંથકારાદિ) શિષ્યસમુદાયને દ્રવ્યાનુયોગ ભણવાની અને તેમાં સવિશેષ ઉદ્યમ કરવાની પ્રેરણા કરી હોય તેમ લાગે છે. તેથી જ ગ્રંથકારશ્રી પોતે જ લખે છે કે
જશ ઉદ્યમ” એટલે જે ગુરુમહારાજશ્રીના (આચાર્ય મ. શ્રી વિજયસિંહસૂરીશ્વરજીના) ઉત્તમ ઉદ્યમથી અમને ઉત્તમ માર્ગમાં પ્રવેશ કરાવવાના પ્રયત્નવિશેષથી જ અમને યત્કિંચિં પણ જે દ્રવ્યાનુયોગની પ્રાપ્તિ થઈ છે. “આ શિષ્યો દ્રવ્યાનુયોગ કેમ પામે ? એવી ભલી ભાવના પૂર્વક = શુદ્ધાદ્યવસાય યુક્ત ગુરુમહારાજશ્રીએ જે ઉત્તમ ઉદ્યમ કર્યો. તેનાથી આ દ્રવ્યાનુયોગ અમે લહ્યો, અમે પ્રાપ્ત કર્યો.
તથા આ જગતમાં “જસ મહિમા” એટલે જે ગુરુમહારાજશ્રીનો મહિમા “મહીમાંહે” એટલે સમસ્ત પૃથ્વીલોકને વિષે, “વિદિતો” છે એટલે કે પ્રસિદ્ધ છે. અપૂર્વજ્ઞાનગુણે કરીને, નિર્દોષ ચારિત્ર બળે કરીને અને અદ્ભુત વ્યાખ્યાનશૈલીના બળે કરીને જે ગુરુમહારાજશ્રીનો મહિમા આ પૃથ્વી ઉપર પ્રસિદ્ધ છે.. “તસગુણ” એટલે કે તેવા તે ગુરુમહારાજશ્રી કે જે સદ્દગુરુ છે. ગુણીયલ છે. અમારા પરમ ઉપકારી છે. વિશિષ્ટજ્ઞાનદાતા છે. તેહના ગુણો અમે કેમ ન ગાઈએ ? એટલેકે આવા મહાત્મા પુરુષના ગુણો અવશ્ય ગાવા જ જોઈએ. નિરંતર તે ગુણોના ગાનતાનમાં લયલીન થવું જોઈએ.
અમને આટલો સૂક્ષ્મ દ્રવ્યાનુયોગ ગુરુમહારજશ્રી વિજયસિંહસૂરીશ્વરજીએ ભણાવ્યો, તથા અનેકપ્રકારની હિતશિક્ષા આપીને કંઈક ગીતાર્થગુણ પણ પ્રાપ્ત કરાવ્યો, તેવા જગત્મસિદ્ધ આચાર્ય મહારાજશ્રીના ગુણો અમે કેમ ન ગાઈએ ? અર્થાત્ અવશ્ય ગાઈએ જ. ૨૭૮ છે. શ્રી કલ્યાણવિજય વડવાચક, હીરવિજય ગુરુ સીસો | ઉદયો જસ ગુણ સંતતિ ગાવઈ, સુર કિનર નિશ દિસો રે .
હમચડી || ૧૭-૬ ગુરુશ્રી લાભવિજય વડ પંડિત, તાસ સીસ સૌભાગી મૃત વ્યાકરણાદિક બહુગ્રંથિ, નિત્યઈ જસ મતિ લાગી રે !
હમચડી ને ૧૭-૭ //.