________________
૭૪૬ ઢાળ-૧૭ : ગાથા-૫
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ બને? એવી જ ભાવનાથી સતત કાળજી રાખીને કામ લેતા હતા. તેથી તેઓની પાસેથી જ શાસ્ત્રાભ્યાસ કરીને અમે કંઈક અંશે ગીતાર્થતાગુણને મેળવી શક્યા છીએ. આ કથન ઉપરથી શ્રી સિંહસૂરીશ્વરજી મહારાજશ્રીની વિદ્યમાનતાના કાળે જ ગ્રંથકારશ્રી પૂજ્ય ઉપાધ્યાય યશોવિજયજી મ. શ્રી થયા છે. તેમ જાણવું. તેઓની પાસે તે ભણ્યા છે. તેઓની હિતશિક્ષાના અનુસાર ગ્રંથકારશ્રી ચાલ્યા છે. ઇત્યાદિ સમજી લેવું. ર૭૭ll જસ ઉદ્યમ ઉત્તમ મારગનો, ભલઈ ભાવથી લહઈ ! જસ મહિમા મહોમાંહે વિદિતો, તસ ગુણ કેમ ન ગહિઈ રે !
હમચડી . ૧૭-૫ ગાથાર્થ– જે આચાર્ય મહારાજશ્રીના પ્રયત્નવિશેષથી અમને ઉત્તમ માર્ગની સારા ભાવથી પ્રાપ્તિ થઈ છે. તથા જે આચાર્ય મહારાજશ્રીનો મહિમા આ પૃથ્વી ઉપર ઘણો જ વિદિત (પ્રસિદ્ધ) છે. તેમના ગુણ કેમ ન ગાઈએ ? અર્થાત્ અવશ્ય ગાઈએ. || ૧૭-૫ |
ટબો- સ ઉધમ, તે ઉત્તમ માર્ગનો જે ઉધમ, તે કિમ પામીએ ? ભલે ભાવતે શુાધ્યવસાય રૂ૫, તે લહીએ-કહેતાં પામીએ. જસ મહિમા-જેહનો મહિમા મહીમાંહેપૃથ્વીમાંહે, વિદિતો છે-પ્રસિદ્ધ છે. તસ ગુણ-તે તેહવા આચાર્ય જે સુગુરુ, તેહના ગુણ કેમ ન કહીએ. એતલે અવશ્ય કહવાઈ જ. ઈતિ પરમાર્થ / ૧૭-૫ II
વિવેચન- જે આચાર્ય મહારાજ શ્રીસિંહ સૂરીશ્વરજી મહારાજશ્રીની હિતશિક્ષાથી અને ઉત્તમ ઉદ્યમથી ગીતાર્થતા ગુણ કંઈક અંશે અમારામાં આવ્યો છે. તેવા સગુરુના ગુણો ગાવા જ જોઈએ. તે ઉપર ભાર મુકતાં જણાવે છે કે
जस उद्यम, ते उत्तममार्गनो जे उद्यम, ते किम पामीए ? भले भाव-ते शुद्धाध्यवसाय रूप, ते लहीए कहतां पामीये.
जस महिमा-जेहनो महिमा, महीमाहे-पृथ्वीमांहे, विदितो छ-प्रसिद्ध छे. तस गुण-ते तेहवा आचार्य जे सुगुरु, तेहना गुण केम न कहीये ? एतले अवश्य कहवाइ ગ. રૂતિ પરમાર્થ ૨૭-ધ છે
શુદ્ધભાવથી ઉત્તમ માર્ગનો (સંસાર સમુદ્રથી તારનારા એવા શ્રેષ્ઠ માર્ગનો) યોગ જે મહાત્માઓને પ્રાપ્ત થાય છે. તે મહાત્માઓ હિતબુદ્ધિએ શિષ્યોને પ્રેરણા કરીને પણ તે ઉત્તમ માર્ગમાં ઉદ્યમ કરવાની લાગણી પૂર્વક સૂચના કરે છે. પૂજ્ય ગ્રંથકારશ્રીના