________________
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ
ઢાળ-૧૭ : ગાથા—૪
૭૪૫
તેઓની પાટે આચાર્ય શ્રી વિજયસિંહસૂરીશ્વરજી મ.શ્રી થયા. કે જેઓ ગુરુજીની પાટને વિશેષ શોભાવનારા થયા હતા. એટલેકે પટ્ટપ્રભાવક હતા. તથા વળી તે કાળે વિચરતા સકલ સૂરિવરોના સમુદાયમાં જેઓ “રેખાવલ્લી” છે. એટલે કે કોઈ પણ શાસન ઉપરના પ્રસંગો આવે તો તેઓને જ આગળ કરવામાં આવતા હતા, વાદીઓ સાથે, રાજકીય પુરુષો સાથે, અથવા રાજા મહારાજાઓ સાથે મતભેદ પડે, વિચારણા કરવાની થાય તો તેઓ જ જૈનસમાજમાં “રેખાચિહ્ન” હતા. તેઓશ્રી તરફ જ લોકો અંગુલી નિર્દેશ કરતા હતા કે આ આચાર્ય મહારાજશ્રી જ આ કાર્ય સારી રીતે કરી શકશે.
તથા સિદ્ધાન્તશાસ્ત્રો (આગમશાસ્ત્રો), તર્કશાસ્ત્રો, જ્યોતિષ શાસ્ત્રો, અને ન્યાયનાં શાસ્ત્રો વિગેરે જુદા જુદા પ્રકારના વિષયવાળા ઘણા ગ્રંથોમાં જેઓ પ્રવીણ હતા. તે તે વિષયના જ્ઞાનમાં અદ્વિતીય પાવરધા પુરુષ હતા. અજોડ અને અનુપમ હતા || ૨૭૬ ||
ते जे श्री गुरु, तेहनो उत्तम उद्यम जे भलो उद्यम. तेणे करीने गीतार्थ गुण વાળ્યો. ગીત ‘‘જ્ઞાનન્તિ'' કૃતિ ગીતાર્થા, નીતં શાસ્ત્રાભ્યાસનક્ષળમ, તેહની ને હિતશિક્ષા, तेहने अनुसारे, तेहनी आज्ञा माफकपणुं, तेणे करी - ए ज्ञानयोग- ते द्रव्यानुयोग- ए શાસ્ત્રાભ્યાસ, સાધ્યો, સંપૂર્ણરૂપે થયો. ॥ ૨૭-૪ ॥
તેવા પ્રભાવશાળી શ્રી સિંહસૂરીશ્વરજી આચાર્ય મહારાજશ્રી તે કાળે વિચરતા હતા, તે ગુરુજીનો અમને ભણાવવામાં ઘણો ઉત્તમ ઉદ્યમ હતો, અમને ભણાવવામાં તેઓશ્રીએ ઘણો પ્રયત્ન વિશેષ કર્યો છે. તે ભલા ઉદ્યમથી અમારામાં (કંઈક અંશે) ગીતાર્થતાનો ગુણ આવ્યો છે. અમારામાં કંઈક અંશે શાસ્ત્રાભ્યાસનો ગુણ જો વૃદ્ધિ પામ્યો હોય તો તેમના જ પ્રયત્નને આભારી છે. અહીં ગીત શબ્દનો અર્થ સાસ્ત્રોનો જે અભ્યાસ, તેને જે જાણે તે ગીતાર્થ કહેવાય છે. આ ગુરુજીએ અમને ભણાવવામાં ઘણી મહેનત કરી છે. તેઓની પાસેથી વારંવાર જે હિતશિક્ષા મળતી હતી, તેને અનુસારે અમે ચાલતા હતા, તેઓની આજ્ઞા શિરોમાન્ય કરીને કોઈ પણ જાતની દલીલ કે તર્ક કર્યા વિના તેઓના જણાવેલા રસ્તે જ અમે ચાલ્યા છીએ. તેથી કરીને જ દ્રવ્યાનુયોગરૂપ કઠીન એવો આ જ્ઞાન યોગ અર્થાત્ શાસ્ત્રાભ્યાસ અમે સાધ્યો છે. તેઓ પાસે વિનયપૂર્વક ભણીને પ્રાપ્ત કર્યો છે. તેઓની કૃપાથી અમે તે વિષયની પ્રવિણતા
પ્રાપ્ત કરી છે.
તેઓશ્રીના હૃદયમાં અમને ભણાવવાની ઘણી લાગણી હતી. અમે પ્રમાદી ન બની જઈએ તે રીતે વારંવાર ઘણી હિતશિક્ષા આપતા હતા. એક વિષય ન સમજાય તો ફરી ફરીને પણ સમજાવતા હતા. એટલે ભારે ઉદ્યમશીલ હતા. શિષ્યો કેમ ગીતાર્થ