________________
૭૫૦
ઢાળ-૧૭ : ગાથા-૭-૮
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ સમુદાય જેના પ્રત્યે પ્રીતિ ધરાવતો હતો. તથા જેઓની બુદ્ધિ રાતદિવસ શ્રુતવાચના (આગમવાચના) અને વ્યાકરણાદિક (વ્યાકરણ-ન્યાય-કાવ્ય તથા તર્કાદિના) બહુ શાસ્ત્રોમાં જ લાગેલી હતી. એકાન્તમાં રહીને વાચના પ્રચ્છના પરાવર્તના અનુપ્રેક્ષા અને ધર્મકથા આવા ભેદોવાળો પાંચ પ્રકારનો સ્વાધ્યાય અને ધ્યાન જેઓ નિરંતર કરતા હતા. વાચના એટલે ગુરુજી પાસે પાઠ લેવો તે, પ્રચ્છના એટલે ગુરુજી ભણાવે તેમાં કંઈ શંકા હોય તો પુછવું તે, પરાવર્તના- એટલે ગુરુજીએ આપેલો પાઠ વારંવાર બોલી જવો-કંઠસ્થ કરવો તે, અનુપ્રેક્ષા એટલે ગુરુજીએ આપેલો પાઠ ચિંતન-મનન પૂર્વક હૃદયમાં સ્થિર કરવો તે. તથા ધર્મકથા- એટલે આપણને ગુરુજી પાસેથી પ્રાપ્ત થયેલો ધાર્મિક અભ્યાસ બીજાને ભણાવવો તે. આ રીતે પાંચ પ્રકારના સ્વાધ્યાયને અને તેના વિષયના ધ્યાનને શ્રીલાભવિજયજી ગુરુજી નિરંતર કરતા હતા. ॥ ૨૮૦ |
गुरु श्रीजितविजय नामे तेहना शिष्य परंपराये थया. महा महिमावंत छे. महंत छे. "ज्ञानदिगुणोपेता महान्तः" इति वचनात्. श्री नयविजय पंडित, तेहना गुरुभ्राताગુરુમા સંબંઘ થવા, પુરુશિષ્યાત્ ॥ ૨૭-૮ ॥
શ્રી લાભવિજયજીના શિષ્ય તેઓની પાટપરંપરામાં તેઓની પછી શ્રી જિતવિજયજી મહારાજશ્રી થયા. કે જેઓ પૃથ્વી ઉપર ઘણા મહિમાવાળા હતા. “મહંત” તરીકેની પ્રસિદ્ધિ પામ્યા હતા. અહીં “મહંત” પદનો અર્થ “જ્ઞાન-દર્શન અને ચારિત્ર આદિ ગુણોથી ઉપેત અર્થાત યુકત હોય એમ જાણવું. જે જે આત્માઓ જ્ઞાનાદિ ગુણોથી યુક્ત હોય છે. તે તે આત્માઓ મહંત કહેવાય છે. શ્રી જીતવિજયજી મ. શ્રી આવા પ્રકારના જ્ઞાનાદિગુણોપેત મહંત થયા તથા પંડિત શ્રી નયવિજયજી મહારાજશ્રી થયા-કે જેઓ શ્રીજિતવિજયજી મહારાજશ્રીના ગુરુભ્રાતા હતા. એટલે કે ગુરુભાઈ હતા. જેમ એક પિતાના બે પુત્રો હોય તો તે બન્ને ભાઈ કહેવાય છે. તેવા જ પ્રકારના ઔપચારિક સંબંધ વિશેષથી એક જ ગુરુજીના જે બે શિષ્યો હોય તે ગુરુભાઈ (અર્થાત્ બન્નેના એક જ ગુરુ હોવાના કારણે ગુરુના સંબંધ વડે જે ભાઈ છે. તે ગુરુભાઈ) કહેવાય છે. આ પ્રમાણે તેઓની પાટપરંપરા જણાવી. ॥ ૨૮૧ ||
જે ગુરુ સ્વ-પર-સમય અભ્યાસઈ, બહુ ઉપાય કરી કાસી । સમ્યગ્દર્શન સુરુચિ સુરભિતા, મુઝ મતિ શુભગુણ વાસી રે ।
હમચડી | ૧૭-૯ ||