________________
ઢાળ-૧૭ : ગાથા-૩
૭૪૩
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ કહેવાય છે. જેમ તારાના સમૂહમાં ચંદ્રમા શોભે છે. તેમ તે કાલના મુનિવરોના સર્વ સમુદાયમાં તેઓ શોભાયમાન હતા.
કયા કારણે શ્રી હીરવિજયસૂરિજી મહારાજા વધારે શોભાયમાન છે ? તો જણાવે છે. સૂરિમન્ટના (અતિશય વિશિષ્ટપણે) તેઓ આરાધક હતા, તેથી તેઓની પુણ્યાઈ ઘણું જોર કરતી હતી. / ૨૭૪ ||
तास पाटे, तेहनो पट्टप्रभावक-श्री विजयसेनसूरीश्वर, आचार्यनी छत्रीश छत्रीशीइं विराजमान, अनेकज्ञानरूप जे रत्न, तेहनो अगाध समुद्र छे. "साहि" ते पातस्याह, तेहनी सभामांहे वादविवाद करतां, जयवाद रूप जे जस, ते प्रत्ये पाम्यो-विजयवंत छे. મને વરી મર્યો છે. જે ૨૭-૨ |
પૂજ્યપાદ એવા તે શ્રીહીરવિજયસૂરીશ્વરજી મ. શ્રીની પાટે, તેમના જ પટ્ટપ્રભાવક (તેમની પાટને શોભાવનારા) એવા શ્રી વિજયસેનસૂરીશ્વરજી નામના આચાર્ય મહારાજ થયા. કે જેઓ આચાર્યમહારાજશ્રીની 'છત્રીસ છત્રીશીએ વિરાજમાન હતા. તથા જ્ઞાનગુણ રૂપ જે રત્ન છે. તેવા પ્રકારનાં અનેક રત્નોના અગાધ દરીયા હતા. જ્ઞાન-દર્શન-ચારિત્રતપ વીર્ય વિગેરે અનેક ગુણોરૂપી રત્નોથી ભરેલા અગાધ સમુદ્રતુલ્ય હતા.
“સાહિ” એટલે અકબર બાદશાહ. કે જેની રાજગાદી દિલ્હીમાં હતી અને સમસ્ત હિન્દુસ્થાન ઉપર જેનું રાજ્ય ચાલતું હતું. તે રાજાની સભામાં બીજા મતના વાદીઓ સાથે વાદવિવાદ કરતાં જયવાદ સ્વરૂપ (જય મેળવવા રૂ૫) જે યશ, તે યશ પ્રત્યે જેણે પ્રાપ્તિ કરી હતી. એટલે કે જયવાદ મેળવવારૂપ યશ પ્રાપ્ત કરીને જે વિજયવંત ઘોષિત થયા હતા. અને ન ગણી શકાય તેવા ગુણોના જેઓ ભંડાર હતા. // ૨૭૫ | તાસ પાટિ વિજય દેવસૂરીસર, મહિમાવંત નિરીહો ! તાસ પાટિ વિજયસિંહસૂરીસર, સકલસૂરિમાં લીહો રે //
હમચડી || ૧૭-૩ |
૧. આચાર્ય મહારાજશ્રીના છત્રીસ છત્રીસ ગુણો વાળી છત્રીસ છત્રીસીઓ છે. તે ગ્રંથગૌરવના ભયથી અહીં ૩૬
છત્રીસીઓ લખી નથી. પરંતુ દિવ્યદર્શન ટ્રસ્ટ તરફથી છપાયેલ “નવપદ પ્રકાશ”. વાચનાચાર્ય શ્રી
ભુવનભાનુસૂરીશ્વરજી મ.સા. આ પુસ્તકમાં વિસ્તારથી લખેલી છે.વિશેષાર્થીએ ત્યાંથી ૩૬ છત્રીસીઓ જોઈ લેવી (PI) ૨૫