________________
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ
૭૪૪
ઢાળ-૧૭ : ગાથા-૪
તે ગુરુના ઉત્તમ ઉદ્યમથી, ગીતારથ ગુણ વાધ્યો । તસ હિત સીખતણઇ અનુસારઇ, જ્ઞાનયોગ એ સાધ્યો રે II
હમચડી || ૧૭-૪ ॥
ગાથાર્થ તેઓની પાટે ઘણા મહિમાવાળા અને અતિશય નિઃસ્પૃહ એવા શ્રી વિજયદેવસૂરીશ્વરજી મ.સા. થયા. તેઓની પાટે શ્રી વિજયસિંહસૂરીશ્વરજી મ.સા. થયા. કે જેઓ સર્વ આચાર્યોમાં “રેખાપાત્ર” એટલે ગણનારૂપ હતા. ॥ ૧૭-૩ ||
તે શ્રી વિજયસિંહસૂરીશ્વરજીના ઉત્તમ પ્રયત્નવિશેષથી જ તે કાળના જૈન મુનિવરોમાં “ગીતાર્થતા” નો ગુણ વૃદ્ધિ પામ્યો હતો. તેઓની જ હિતકારી શિખામણને અનુસારે આ દ્રવ્યાનુયોગના અભ્યાસરૂપ “જ્ઞાનયોગ” અમે સાધ્યો (તેઓ પાસેથી અમે પ્રાપ્ત કર્યો.) ॥ ૧૭-૪ ||
ટબો- તાસ પાટ ક. તેહને પાટે શ્રીવિજયદેવસૂરીશ્વર થયા. અનેકવિધાનો ભાજન, વળી મહિમાવંત છે. નિરીહ- તે નિઃસ્પૃહી જે છે. તેહને પાટે આચાર્ય વિજયસિંહસૂરીશ્વર થયા. પટ્ટપ્રભાવક સમાન, સકલસૂરીશ્વરના સમુદાયમાંહે લીહવાલી છઈં, અનેક સિદ્ધાન્ત તર્ક જ્યોતિઃ ન્યાય પ્રમુખ ગ્રન્થે મહા પ્રવીણ છે. || ૧૭-૩ ||
તે જે શ્રી ગુરુ, તેહનો ઉત્તમ ઉધમ-જે ભલો ઉધમ, તેણે કરીને ગીતાર્થ ગુણ વાધ્યો. “નીતું નાનન્તિ” કૃતિ ગીતાf: શીતં શાસ્ત્રાભ્યાસનક્ષળમ્ તેહની જે હિતશિક્ષા, તેહને અનુસારે, તેહની-આજ્ઞા માફક પણું, તેણે કરી એ જ્ઞાનયોગ, તે દ્રવ્યાનુયોગએ શાસ્ત્રાભ્યાસ, સાધ્યો સંપૂર્ણરૂપે થયો. ॥ ૧૭-૪ ||
વિવેચન– શ્રી હીરવિજયસૂરીશ્વરજીની પાટે શ્રી વિજયસેનસૂરીશ્વરજી થયા. ત્યારબાદ તેમની પાટે ક્રમશઃ કોણ થયા ? તે જણાવે છે–
तास पाट क. तेहने पाटे श्री विजयदेवसूरीश्वर थया, अनेक विद्यानो भाजन. वली महिमावंत छे. निरीह ते निःस्पृही जे छे. तेहने पाटे आचार्य विजयसिंहसूरीश्वर थया. पट्टप्रभावक समान. सकलसूरीश्वरना समुदायमांहे लीहवाली छई. अनेक सिद्धान्त तर्क ज्योतिः न्याय प्रमुख ग्रन्थे महाप्रवीण छे. ॥। १७-३ ॥
તે શ્રી વિજયસેનસૂરીશ્વરજી મહારાજશ્રીની પાટે શ્રી વિજયદેવસૂરીશ્વરજી થયા. કે જેઓ અનેકપ્રકારની (મંત્ર-તંત્ર સંબંધી પણ) વિદ્યાઓના જાણકાર હતા. પૃથ્વી ઉપર અપાર મહિમાવાળા હતા, તથા તે નિરીહ હતા એટલે કે અત્યન્ત નિઃસ્પૃહ હતા.