________________
ઢાળ પંદરમીના દુહા
ગુરુ-શ્રુત-અનુભવબલ થકી, કવિઓ દ્રવ્ય અનુયોગ / એહ સાર જિન વચનનું, એહ પરમ પદ ભોગ || ૧૫-૧ ||
ગાથાર્થ– ગુરુજી, શાસ્ત્રાભ્યાસ, અને અનુભવ, આ ત્રણેના બલથી અમે આ ગ્રંથમાં “દ્રવ્યાનુયોગ” સમજાવ્યો છે. આ દ્રવ્યાનુયોગ, એ જ જિનેશ્વર પરમાત્માના વચનોનો સાર છે. અને આ જ પરમપદનો ભોગ (આસ્વાદ) છે. તે ૧૫-૧ ||
ટબો- ગુરુ ક. ગુરુઉપદેશ, શ્રુત-શાસ્ત્રાભ્યાસ, અનુભવબલ-સામર્થ્યયોગ, તેહથી એ દ્રવ્યાનુયોગ કહિઓ. એ સર્વ જિનવચનનું સાર છઈ. એક જ પરમપદ કહિઈ મોક્ષ, તેહનો ભોગ છઈ, જે માટિ એ દ્રવ્યાદિ વિચારઈ શુક્લધ્યાન સંપદાઈ મોક્ષ પામિઈ. I ૧૫-૧ |
વિવેચન- આ દ્રવ્યાનુયોગની મહત્તા વર્ણવે છે.
गुरु क. गुरुउपदेश, श्रुत-शास्त्राभ्यास, अनुभवबल-सामर्थ्ययोग, तेहथी ए द्रव्यानुयोग कहिओ. ए सर्व जिनवचन- सार छइ. एह ज परमपद कहिइं मोक्ष, तेहनो भोग छइ, जे मार्टि ए द्रव्यादि विचारइ शुक्लध्यानसंपदाइं मोक्ष पामिइं. ॥१५-१ ॥
અહીં ગુરુ શબ્દ કહેતાં ગુરુજીનો ઉપદેશ સમજવો. શ્રુત શબ્દ કહેતાં જૈનશાસ્ત્રોનો સમ્યક્ અભ્યાસ સમજવો. અને અનુભવ શબ્દનો અર્થ શાસ્ત્રોના અર્થોના ચિંતન મનન દ્વારા મેળવેલો સામર્થ્ય યોગ સમજવો. તે ત્રણેથી અર્થાત્ ગુરુજીના ઉપદેશથી, શાસ્ત્રોના નિરંતર અભ્યાસથી અને મારા પોતાના અનુભવબલથી (સામર્થ્યયોગથી) અમે આ દ્રવ્યાનુયોગનો ગ્રંથ બનાવ્યો છે. આ દ્રવ્યાનુયોગનો અભ્યાસ જ જિનવચનનો સાર છે. આ દ્રવ્યાનુયોગના અભ્યાસમાં લીનતા આવવી એ જ સાચો પરમપદ કહેતાં જે મોક્ષપદ છે. તેનો ભોગ (સ્વાદાનુભવ) છે. મુક્તિ સુખના સ્વાદની કંઈક અનુભૂતિ કરાવનાર છે. કારણ કે મુક્તિમાં પણ આત્માના પોતાના ગુણોની રમણતાનો જે આનંદ છે. તે જ સાચું પરમસુખ છે. વૈષયિક સુખ ત્યાં છે જ નહીં. અને વૈષયિકસુખ તે આકુળ-વ્યાકુળતા લાવનાર હોવાથી, ક્ષણિક