Book Title: Dravya Gun Paryaya no Ras Part 2
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૭૦૮
ઢાળ-૧૫ : ગાથા-૧૧-૧ ૨
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ સ્વાધ્યાય-વાચના પૃચ્છના આદિ નિર્મળ પરિણતિનાં કારણો જેણે ઘણાં દૂર મુકી દીધાં છે. આવા જે યતિ છે. સાધુવેશધારી બન્યા છે. પરંતુ નિર્મળ આત્મપરિણતિથી જેઓ નિજમતને વિષે = આપણા મતને વિષે અર્થાત્ જિનેશ્વર પરમાત્માના મતને વિષે જે માતા = પુષ્ટ નથી. અર્થાત્ જૈન મતના એટલે કે જૈનશાસનના રાગી-પ્રેમી નથી, તથા જૈન શાસનના આરાધક આત્માઓ પ્રત્યે જેઓ અહોભાવવાળા બન્યા નથી. આવા આત્માઓનું સ્થાન જૈનશાસનમાં નથી. તેઓથી દૂર રહેવું. (આ ગાથાનો આગળ સંબંધ ચાલુ છે.) રપ૬/
जे प्राणी पोतानी कपटदशाने जाणता नथी, स्या परमार्थे ? अज्ञानरूप पडलइ करीने अने वली परनां गुह्य = पारका अवर्णवाद मुखथी बोलइ छइ, गुणनिधि = गुणनिधान, एहवा जे गुरु, तेहथी बाहिर रहीनइ विरुओ ते कहेवा योग्य नहीं, एहवं निजमुखथी बोलइ छइ, असमंजसपणुं भाखे छे. ते प्राणीनइं ॥ १५-१२ ॥
જે આત્માઓને પોતાની કપટદશા-અજ્ઞાનદશા-માયામયદશા દેખાતી નથી. તેથી પરમાર્થ = કયા કારણે દેખાતી નથી ? મોહના ઉદયથી આવેલી જ્ઞાનરુપ પત્રઃ વરીને = અજ્ઞાનદશા = મિથ્યાજ્ઞાનદશા, તે સ્વરૂપ આંખની આડાં આવેલાં જે પડલ, તેના વડે કરીને જેને પોતાની અજ્ઞાનદશા દેખાતી નથી. એટલે કે મિથ્યાત્વમોહનીયના ઉદયથી આવેલી વિપરીત જ્ઞાનદશાના બળે જે આત્માઓને પોતાની કપટમાયા મય મન-વચન-કાયાની આ સઘળી પ્રવૃત્તિઓ દંભયુક્ત છે. આવું સમજાતું નથી. અને વળી વિના કારણે વારંવાર જ્યાં ત્યાં પારકાનાં ગુહ્ય ખોલે છે. પારકાની નિંદા-વિકથા કરે છે. અર્થાત્ પારકાની નિંદામય પંચાતમાં જ જેઓ પડેલા છે. બીજાની બુરાઈ જ પોતાના મુખથી બોલે છે. નાના દોષને મેરૂ જેવડો કરીને જગતમાં પ્રસારિત કરે છે. અને મેરૂ જેવડા પારકાના ગુણને રાઈના દાણા જેવડો બનાવે છે.
તથા વળી ગુણોના નિધિ એટલે કે ગુણોના ભંડાર, પોતાના આત્માનું હિત કરનારા, અને પરનું હિત કરવા દ્વારા પરને કલ્યાણના માર્ગે ચઢાવનારા, એહવા જે ધર્મગુરુઓ હોય, તેનાથી બહાર રહીને એટલે આવા પ્રકારના ગીતાર્થોના સમુદાયથી છુટા પડીને ધર્મગુરુઓ સંબંધી વિપરીત, શબ્દથી જે ન બોલી શકાય તેવું અનુચિત જેમ આવે તેમ પોતાના મુખથી બોલે છે. અસ્તવ્યસ્ત બોલે છે. તે પ્રાણીઓને પરિહરવા જોઈએ. આમ આ ગાથાઓનો સંબંધ આગળ સત્તરમી ગાથા સાથે છે. આવા વિરાધક આત્માઓનો સહવાસ તથા પરિચય ત્યજી દેવો. જ્ઞાનદશાની રમણતા વિના જીવની