________________
૭૨૦
ઢાળ−૧૫ ૩ ગાથા-૧૯-૨૦
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ
આવે છે. અને જ્યાં સુધી ચારિત્ર તથા ક્રિયાયોગ ન આવે ત્યાં સુધી પણ તેના વિરહની વેદના થતી રહી છે. માટે જીવનમાં જ્ઞાનગુણ અવશ્ય આદરવો. તે ઉપર ભાર મુક્તાં આ બે ગાથામાં જણાવે છે કે—
ज्ञान ने चरण - ते चारित्र, तेहना गुणथी जे हीणा प्राणी छे. तेहने संसारसमुद्र तरवो दुर्लभ छइ, माटइ ज ज्ञाननुं प्रधानपणुं आदरीइं. यतः -
कर्तुमिच्छो: श्रुतार्थस्य, ज्ञानिनोऽपि प्रमादिनः ।
कालादिविकलो योगः, इच्छायोगः स उच्यते ॥ १ ॥ इतीच्छायोगलक्षणं ललितविस्तरादौ ।
इम क्रियानो जे योग, तद्रूप जे गुण, तेहनो अभ्यास करीने इच्छायोगे तरईમવાળવ પ્રતરૂં | -૧ |
જે જીવો જ્ઞાનગુણ અને ચરણ એટલે ચારિત્રગુણ આ બન્ને ગુણોથી રહિત છે. જ્ઞાનાવરણીય અને મોહનીયકર્મની તીવ્રતાથી જે આત્માઓ આ બન્ને ગુણો પ્રાપ્ત કરી શકતા નથી. તેઓથી આ સંસાર સમુદ્ર તરાવો દુષ્કર છે. તે માટે આ બન્ને ગુણો તો અવશ્ય મેળવવા જ જોઈએ, પરંતુ પ્રમાદાદિથી સૂક્ષ્મક્રિયાવિધિનું અનુસરણ કદાચ ન થઈ શકતું હોય, તો પણ જ્ઞાનગુણનો તો પ્રધાનપણે અવશ્ય આદર કરવો જ જોઈએ. કારણ કે જ્ઞાનગુણ આત્માના પરિણામની ધારાને નિર્મળ કરનાર છે. શક્તિ અનુસાર અલ્પ ચારિત્ર અને અલ્પક્રિયામાર્ગ પણ લાવનાર છે. જે જે ક્રિયા યોગ જીવનમાં ન આવી શકે, તેની આચરણા કરવાની પણ તીવ્ર ઝંખના કરાવનાર છે. નિર્મળ એવા ઈચ્છાના યોગથી પણ આ જીવ સંસાર તરે છે. શ્રી લલિતવિસ્તરામાં પૂજ્યપાદ શ્રી હરિભદ્રસૂરિજીએ કહ્યું છે કે
ધર્મ કરવાની ઈચ્છાવાળા, શાસ્ત્રોના અર્થો જેણે જાણ્યા છે એવા, અને જે જ્ઞાનવંત છે. છતાં પણ પ્રમાદવાળા છે. એવા જીવનો “હ્રાને વિળણ્ બહુમાળે” ઈત્યાદિ ગાથામાં કહેલી વિધિથી વિકલ એટલે કંઈક અવિધિદોષવાળો, ખામીવાળો પણ જે ધર્મયોગ છે. તે ઇચ્છાયોગ કહેવાય છે. (ધર્મકરવાની પ્રબળ ઈચ્છાવાળો જે યોગ છે તે ઈચ્છાયોગ કહેવાય છે.)
શ્રી યોગદૃષ્ટિસમુચ્ચય ગાથા ૩ માં પણ આ જ હકિકત શ્રી હરિભદ્રસૂરિજી મહારાજશ્રીએ લખી છે. આ પ્રમાણે ઉત્તમોત્તમ ધર્મની ક્રિયા કરવાના આશય સ્વરૂપ જે માનસિક પરિણામાત્મક આત્માનો ગુણ છે. તેનો વારંવાર અભ્યાસ કરીને આવી