________________
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ ઢાળ-૧૬ : ગાથા-૫
૭૩૩ આ નયાર્થ ભરેલી વાણીના સુપ્રસાદથી જ એટલે કે વીતરાગ પરમાત્માની આ વાણીની જે જે આત્માઓ ઉપર કૃપા વરસે છે. અને જેના હૈયામાં આ વાણી બરાબર બેસી જાય છે. સમજાઈ જાય છે. તેની સામે નર એટલે ચક્રવર્તી આદિ રાજા મહારાજાઓ, વિનર એટલે વ્યંતરાદિ દેવદેવીઓ, વિદ્યાધરાદિ શ્રેષ્ઠ મનુષ્યો, અને વિપળ (વજરત્ન છે હાથમાં જેને એવા) ઈન્દ્ર-ઉપેન્દ્ર વિગેરે મોટા શક્તિસંપન્ન દેવો પણ ઉભા ઉભા બે હાથ જોડીને સેવા કરે છે. સેવામાં ભક્તિવાળા થઈને જોડાઈ જાય છે એક-બે-પાંચ પચીસ દેવો નહીં. પરંતુ દેવોની કેટલીય કોડાનુકોડીની સંખ્યા ભક્તિભાવ પૂર્વક સેવા કરવામાં લયલીન બને છે. ભક્તિમાં જોડાનાર તે ચક્રવર્તી મનુષ્યો, વ્યંતરો અને દેવો તો એમ માને છે કે આવા જ્ઞાની ગીતાર્થ મહાત્માની સેવા કરવાનો મહામુલ્યો અવસર અમને ફરીથી ક્યારે મળવાનો છે ? વીતરાગ પરમાત્માની વાણીનો આવો અનુપમ પ્રભાવ છે. કે આ વાણી જેમાં પરિણત થઈ છે. તે મહાત્મા પુરુષની દેવેન્દ્ર અને નરેન્દ્રો પણ હાથ જોડી પગે પડીને સેવા કરે છે. આટલી મહાન આ વાણી છે.
ए अमृतदृष्टिथी जे भव्यप्राणी बुद्धिमंतनी, मति सिंचाणी, ते मति नव पल्लवपणाने पामी, तेहमांहे =तेहना हृदयकमलमांहे उल्लास पामी भली रुचिरूप जे वेली, आगे-मिथ्यात्वादि संसर्गे करमाणी हुंती, पणि शुद्ध नैयायिकी वाणी सांभलीने ૩ના પાડું છ. ૨૬-૪ /
જે જે બુદ્ધિમાન ભવ્ય આત્માઓની મતિ આ વીતરાગવાણીના શ્રવણ રૂપ અમૃતથી સિંચાણી છે. તે મહાત્મા પુરુષોની મતિ, એટલે કે કરમાઈ ગયેલી સમ્યકત્વરૂપી લતા નવપલ્લવિત થાય છે. સારાંશ કે જે મહાત્માઓની બુદ્ધિ, નિયોના અર્થોથી ભરેલી આ વાણીના શ્રવણરૂપ અમૃતથી સિંચાણી છે. તે મહાત્માઓની મતિ અને તે સ્વરૂપે રહેલી સમ્યકત્વ રૂપી લતા તુરત જ નવપલ્લવિતપણાને પામે છે. એટલે કે તેઓના હૃદયરૂપી કમલમાં ભલી રૂચિ રૂપ (સુરુચિરૂપ) જે વેલડી છે કે જે વેલડી આગળના કાળમાં (ભૂતકાળમાં) મિથ્યાત્વીગુરુ, મિથ્યાત્વી લોકો, અને મિથ્યાત્વી શાસ્ત્રોના સંપર્કથી કરમાઈ ગઈ હતી, તે વેલડી હવે (શુદ્ધ નૈયાયિકી=) શુદ્ધ અર્થાત્ નિર્દોષ એવી તથા ન્યાયયુક્ત આ વિતરાગવાણી સાંભળીને ઉલ્લાસ પામનાર (નવપલ્લવિત થનાર) બને છે. તે ૨૭૦ ||
બહુ ભાવ એહના જાણઈ કેવલનાણી |
સંખેવઈ એ તો ગુરુમુખથી કહવાણી | (PI) ૨૪-એ