________________
૭૩૬
ઢાળ-૧૬ : ગાથા-૫
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ આ દ્રવ્યાનુયોગ એ પરમ ચિંતામણિ રત્નતુલ્ય છે તેના અભ્યાસ દ્વારા જ આ સમરસની (સમતાભાવની) પ્રાપ્તિ થાય છે. સમરસની જે પ્રાપ્તિ છે. તે જ યોગી આત્માઓને માતાતુલ્ય છે. અને નિર્વાણ ફળને આપનારી છે એમ બુધ પુરુષો કહે છે.”
समापत्तिलक्षणं चेदम्मणेरिवाभिजातस्य, क्षीणवृत्तेरसंशयम् । तात्स्थ्यात्तदञ्जनत्वाच्च समापत्तिः प्रकीर्तिता॥ १ ॥ वचनानुष्ठानइं समापत्ति पणि प्रमाण चढी ? ॥ १६-५ ॥
સમાપત્તિનું લક્ષણ આ પ્રમાણે છે. “જેમ વિશિષ્ટ જાતવાન મણિનો પ્રકાશ સ્વયંભૂ હોય છે. (કોઈ બીજા દ્રવ્યથી થતો નથી.) તથા સ્વસ્થિત છે. પોતાનામાં જ રહેનારો છે. (અન્ય દ્રવ્યમાં તે પ્રકાશ રહેતો નથી.) તથા સ્વસ્વરૂપ છે. પોતાના જ સ્વરૂપાત્મક છે. (
બિસ્વરૂપવાળો નથી, તેવી જ રીતે સર્વથા અસંશયપણે ક્ષીણ થઈ ગઈ છે મોહની વૃત્તિઓ જેની એવા યોગી મહાત્મા પુરુષો પણ સ્વયંભૂ પ્રકાશવાળા બને છે કે જેઓનો શુદ્ધ આ આત્મપ્રકાશ છે. તે પ્રકાશ તષ્યિ પોતાનામાં જ રહેલો છે અને તઝિન = (પોતાના સ્વરૂપાત્મક) છે. તે જ શુદ્ધ આત્મપ્રકાશને “સમરસાપત્તિ” કહેવાય છે. રાગાદિ દોષો ચાલ્યા જવાથી પ્રાપ્ત થયેલી પરમાત્મા જેવી આત્માની શુદ્ધ વીતરાગ અવસ્થા (કે જે સાનુકુળ-પ્રતિકુળ પ્રસંગોમાં પણ ખેંચતાણ થવા વાળી નથી, આવી મધ્યસ્થ અવસ્થા,) એ જ સમરસાપત્તિ કહેવાય છે.
વનાનુષ્ઠાન સમાપત્તિ ળિ પ્રમાઇ રહી” આ પંક્તિ હસ્તલેખિત પ્રતોમાં નથી તેથી પ્રક્ષિત હોય એમ લાગે છે. છતાં તેનો અર્થ યથામતિ ખોલવા પ્રયત્ન કર્યો છે. અમોએ કરેલો આ અર્થ જ પરિપૂર્ણ છે એમ ન સમજતાં ગીતા મહાત્મા પુરુષો પાસેથી આ પંક્તિનો વધારે અર્થ સમજવા પ્રયત્ન કરવો. અમે નીચે પ્રમાણે અર્થ ખોલ્યો છે.
વચનાનુષ્ઠાન પણ આત્મકલ્યાણ કરનારો એક વિશિષ્ટ ભાવ છે. અને સમાપત્તિ દશા પણ આત્મકલ્યાણ કરનારો એક વિશિષ્ટ ભાવ છે. તો પણ વચનાનુષ્ઠાનમાં પરના વચનોનું આલંબન છે. એટલે સાલબનાવસ્થા છે. અને સમરસાપત્તિમાં આત્મા સ્વયં પોતે જ સમભાવમય બની ચુક્યો છે. એટલે નિરાલંબાનાવસ્થા છે. તેથી વચનાનુષ્ઠાન કરતાં પણ સમાપત્તિ દશા પ્રમાણમાં ચઢીયાતી છે. અર્થાત્ બને અવસ્થા આત્માની સાધકાવસ્થા