________________
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ
ઢાળ-૧૬ : ગાથા ૭
૭૩૯
વિવેચન– આ વીતરાગપ્રભુની વાણીમાં દુર્જનો ભલે દ્વેષ રાખે, તો પણ સજ્જનોથી તેની પ્રસિદ્ધિ વધી જ છે. વધે જ છે. અને વધશે. તે જણાવે છે–
खलजन - ते नीचजन, एहमां द्वेष धरस्यो, यतः खललक्षणम्नौश्च खलजिह्वा च प्रतिकुलविसर्पिणी ।
जन प्रतारणायेव, दारुणा केन निर्मिता ॥ १ ॥ इति खललक्षणम्जे अभिमानी छड़, पोतानुं बोल्युं मिथ्यात्वादिक मूकता नथी, तो पणि सज्जननी संगतिथी एह वाणीने ख्याति - ते प्रसिद्धतापणुं, मचाणी - विस्तारपणाने पामे छे.
જેઓ ખલજન છે. એટલે કે દુર્જન છે. હલકા તુચ્છ સ્વભાવવાળા છે. તે નીચજન લોકો આ વાણીમાં જો કે દ્વેષ-ઈર્ષ્યા-અસૂયા ધારણ કરે છે. કારણ કે ખલજનોનો આવો સ્વભાવ જ હોય છે. હલકા સ્વભાવવાળા જીવો બીજાના દોષો જ જુવે છે. શાસ્ત્રોમાં તેઓનું લક્ષણ આ પ્રમાણે જણાવ્યું છે કે
પ્રતિકુલ માર્ગે ચાલનારી એવી નાવ અને દુર્જનની જીભ, જગતના જીવોને છેતરવા માટે જ જાણે હોય ? એવી ભયંકર આ નાવ અને જીભ કોના વડે બનાવાઈ હશે ?”
જેમ નાવ દરીયામાં ગમે તેટલી સીધી ચલાવીએ તો પણ આડી-અવળી જ થઈ જાય, તેમ દુર્જન પુરુષોની જીભ પણ વાંકી જ ચાલે. તેથી દુર્જન માણસો અવશ્ય આ વીતરાગવાણીમાં દ્વેષ રાખે જ છે. અને રાખશે. તથા જેઓ અભિમાની છે. તેઓ પોતાનું માન અને હઠાગ્રહ ક્યારેય પણ છોડતા નથી. તેથી તેઓ આ વાણીમાં દ્વેષ અને ઈર્ષ્યા કરે છે. અને કરવાના જ છે. તો પણ આ જગતમાં જે સજ્જન પુરુષો છે, કે જેઓ આવી ઉત્તમ-નિર્દોષ અને સ્વ-પર કલ્યાણકારી એવી આ વાણીનો વિસ્તાર કરવા માટે સદા તત્પર હોય છે. તેઓથી આ વાણીની પ્રસિદ્ધિ જગતમાં વિસ્તાર પામી છે. વિસ્તાર પામે છે. અને વિસ્તાર પામશે જ. આ વાણીના વિસ્તારને કોઈ રોકનાર નથી.
गुणमणि- गुण रुप जे मणि, तेहनो रत्नाकर, ते समुद्र, जगमांहे ते उत्तमगुण थानक छे. गुणिजण जे सत्संगतिक प्राणी, तेहने यशने देणहारी, एहवी जे वाणी, ते सज्जनना अने अनंतकल्याणी संघने महारी यश-सुसौभाग्यनी आपणहारी, एहवी भगवद् વાળી છડ્. ।। ૧૬-૭ ॥