________________
ઢાળ-૧૬ : ગાથા-૬
૭૩૭
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ છે. તોપણ વચનાનુષ્ઠાન સાલંબનદશા છે અને સમાપત્તિવાળી જે દશા છે. તે નિરાલંબનદશા છે. તેથી પ્રમાણમાં સમાપતિદશા ચઢીયાતી છે. અથવા બીજો અર્થ એવો પણ બેસે છે કે “વચનાનુષ્ઠાન દ્વારા આવેલી સમાપતિદશા પણ પ્રમાણપણામાં ચઢે છે (આવે છે) પ્રમાણભૂત બને છે. વિશેષ તત્ત્વ ભૂત અર્થ કેવલી પરમાત્મા જાણે. / ૨૭૧ II
એહથી સવિ જાઈ, પાપશ્રેણિ ઉજાણી | ગુણશ્રેણિ ચઢતાં, લહઈ મુગતિ પટરાણી | ઘનઘાતિ કર્મનો, પલઇ જેમ તિલ ઘાણી | નિરમલ ગુણ એહથી, પામીઆ બહુભવિ પ્રાણી ૧૬-૬ .
ગાથાર્થ– જિનેશ્વર પરમાત્માની આ વાણીથી આત્માની સઘળી પાપશ્રેણી ચાલી જાય છે. ગુણસ્થાનકોમાં આગળ આગળ ચઢતા આ આત્માઓ મુક્તિરૂપી પટરાણીને વરે છે. જેમ ઘાણી તલને પીલે, તેમ આ આત્માઓ ઘનઘાતી કર્મોને પીલે છે. અને આ વાણીથી બહુ ભવ્યપ્રાણીઓ નિર્મળ ગુણો પ્રાપ્ત કરે છે. તે ૧૬-૬ છે.
ટબો- એહથી સર્વ જે પાપની શ્રેણિ, તે ઉજાણી-નાઠી જાઈ, ગુણશ્રેણિ ચઢતાં લહઈ-પામઈ, મુગતિ રૂપ પટરાણી પ્રતે, ધનઘાતી સકલ કર્મને પીલે, જિમ ધાણી તલ પીલાઈ, તિમ કર્મક્ષય થાઈ, અનેક ક્ષાત્યાદિક નિર્મળ ગુણ પામઈ, ભવિ પ્રાણી નિર્મળ વીતરાગ વચનનો આસ્થાવંત જે જીવ. I ૧૬-૬
| વિવેચન- અનેક નયાર્થ સાપેક્ષ એવી વીતરાગપ્રભુની વાણી કેવી છે ? તે જ ગ્રંથકારશ્રી વધારે સમજાવે છે. . एहथी सर्व जे पापनी श्रेणि, ते उजाणी-नाठी जाइ, गुणश्रेणि चढतां लहइपामइ मुगति रूप पटराणी प्रते, घनघाती सकल कर्मने पीले, जिम घाणी तल पीलाइ, तिम कर्मक्षय थाइ. अनेक क्षान्त्यादिक निर्मल गुण पामइ, भवि प्राणी निर्मल वीतराग વઘનનો આસ્થાવંત ને નીવ. II ૨૬-૬ |
વિવેચન- અનેક અનેક નયોથી ભરેલી એવી આ વીતરાગપ્રભુની વાણીથી અનેક આત્માઓના પાપની શ્રેણિ પૂર્વે જે હતી, તે સઘળી ઉજાણી એટલે કે ઉજ્જડ થઈ ગઈ અર્થાત્ નાશી ગઈ, ભાગી ગઈ છે. ઉજ્જડમાર્ગે ચાલી ગઈ છે.