________________
ઢાળ-૧૬ : ગાથા-૭
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ
આ કારણથી ગુણોરૂપી જે મણિઓ (રત્નો) છે. તેનો જે રત્નાકર એટલે જે સમુદ્ર છે તેની તુલ્ય અર્થાત્ ગુણોરૂપી રત્નોના મહાસાગર જે બન્યા છે તેઓ તથા જગતમાં ઉત્તમ ઉત્તમ ગુણસ્થાનકને પામેલા એટલે કે ઉંચા ગુણસ્થાનકે બીરાજમાન એવા, તથા જેઓ ગુણી માણસોની જ સોબત કરનારા છે એહવા, માણસોને ઉજ્જવળ યશને આપનારી એવી આ વાણી છે. તે વાણી સજ્જનોને અને અનંત કલ્યાણી શ્રી સંઘને ઉજ્જવળ યશ અને સારા સૌભાગ્યને આપનારી એવી આ વાણી છે. આવા વિશેષણોવાળી ભગવાનની આ વાણી છે. તેથી હે ભવ્ય પુરુષો ! અત્યન્ત સાવધાનતા પૂર્વક આ વાણી સાંભળવા જેવી છે. ભણવા જેવી છે. અને ચિંતન-મનન કરવા જેવી છે.
૭૪૦
આ ગાથામાં નસ ડ્િ પદમાં જશ શબ્દનો પ્રયોગ કરીને ગ્રંથકારશ્રીએ પોતે ગર્ભિત રીતે પોતાનું નામ રજુ કર્યું છે. ॥ ૨૭૩ ॥
સોળમી ઢાળ સમાપ્ત
-