________________
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ ઢાળ-૧૬ : ગાથા-૫
૭૩૫ ન્યાય-નીતિથી ભરેલી, અનેક નય સાપેક્ષ, પૂર્વાપર અવિરુદ્ધ અને યથાર્થ એવી આ વાણીમાં બહુ ભાવો ભરેલા છે. પરંતુ આ વાણીના જે બહુભાવો છે. તે તો જે કેવલજ્ઞાની પુરુષો છે. તે જ આ વાણીના સંપૂર્ણભાવો જાણે છે. અનંતાનંત ભાવો સર્વજ્ઞ પરમાત્મા જ જાણી શકે છે. પરંતુ સામાન્ય એવા છઘસ્થ જીવો આ વાણીના સંપૂર્ણ ભાવો જાણી શકતા નથી. આમ હોવાથી હું તથા મારા ગુરુ એમ અમે બન્ને પણ છઘસ્થ છીએ, એટલે સર્વ ભાવો તો અમે પણ જાણી શકતા નથી. તો પણ મેં મારા ગુરુ પાસેથી (ગુરુપરંપરાથી) તેઓના મુખે જેટલા ભાવો ભરેલી આ વાણી સાંભળી છે. એ વાણી સંક્ષેપમાં મેં અહીં કહી છે. ગુજરાતી ભાષામાં ગાથારૂપે રચી છે. એટલે કે ગુરુમુખથી (ગુરુવર્ગના મુખથી) વચનવર્ગણા દ્વારા (ભાષા દ્વારા) જે મારી પાસે આવી, તે જ વાણી મેં અહીં ગ્રંથરૂપે કહી છે. સ્વચ્છંદપણે મારી પોતાની મતિ પ્રમાણે કંઈ વાત કહી નથી. ગુરુપરંપરાએ આવેલી જ દ્રવ્યાનુયોગની આ વાત મેં કહી છે.
જે જે મહાત્માઓ ક્રિયામાર્ગમાં વધારે વધારે પ્રવર્તમાન છે. તેઓ પણ દિગ-આ દ્રવ્યાનુયોગના જ વિચારોમાં જ્યારે ઉંડા ઉતરે છે. તે દ્રવ્યાનુયોગ દ્વારા ગંભીર ભાવો જ્યારે જાણે છે. ત્યારે જ આ વાણીના આદ્ય પ્રવર્તક એવા ભગવંતનું ધ્યાન કરતાં કરતાં ભગવંતની સાથે “સમાપત્તિ” દશા પામે છે. એટલે કે આ વાણીના આદ્ય પ્રવર્તક એવા સઘળા તીર્થકરદેવોનું ધ્યાન કરતાં તેઓની સાથે એકલીનતાને પામે છે. કારણકે આવા પ્રકારના આ દ્રવ્યાનુયોગને કેવલજ્ઞાનથી જોઈને આદ્યપ્રવર્તક-સૌથી પ્રથમ કહેનાર સર્વે તીર્થકર ભગવંતો છે. પછી જ ગુરુપરંપરાથી શિષ્યો પાસે આવે છે. તેથી આ વાણીના આદ્ય પ્રવર્તકની સાથે ધ્યાન કરતાં જીવ સમાપત્તિ (તરૂપતા) પામે છે. અને તે સમાપત્તિયોગ પ્રાપ્ત કરવાથી કરેલી ધર્મક્રિયા સફળતાને પામે છે. સમાપત્તિનું લક્ષણ શાસ્ત્રોમાં આ પ્રમાણે કહ્યું છે
अस्मिन् हृदयस्थे सति, हृदयस्थस्तत्त्वतो मुनीन्द्रः । इति हृदयस्थिते च तस्मिन्, नियमात्सर्वार्थसिद्धिः ॥ १ ॥ चिन्तामणिः परोऽसौ, तेनेयं भवति समरसापत्तिः । सैवेह योगिमाता, निर्वाणफला बुधैः प्रोक्ता ॥ २ ॥
“આ જિનકથિત પરમરહસ્યભૂત તત્ત્વ, હૃદયમાં સ્થિર થયે છતે પરમાત્મા જ હૃદયસ્થ થયા છે. આમ જાણવું. કારણ કે જેની વાણી રૂચે છે. તે વાણીવાળા વક્તા તો રૂચ્યા જ જાણી લેવા. અને આ રીતે પરમાત્મા હૃદયમાં બીરાજમાન થયે છતે સર્વે કાર્યો સિદ્ધ થયાં જ સમજી લેવાં.”