Book Title: Dravya Gun Paryaya no Ras Part 2
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૭૩૪ ઢાળ-૧૬ : ગાથા-૫
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ એહથી સંભારી જિનગુણ શ્રેણી સુહાણી | વચનાનુષ્ઠાનાં સમાપત્તિ પરમાણી ૫ ૧૬-૫
ગાથાર્થ– આ વાણીના બહુભાવો તો કેવલજ્ઞાની પરમાત્મા જ જાણે છે. પરંતુ ગુરુમુખથી મેં જે આ વાણી જાણી છે. તે સંક્ષેપ કરીને આ ગ્રંથરૂપે કહી છે. (રચી છે.) આ વાણી (ને નિરંતર વાગોળવા) થી જ સૌભાગ્યશાળી એવી જિનેશ્વરપરમાત્માના ગુણોની શ્રેણી સ્મૃતિગોચર થાય છે. અને તેના દ્વારા વચનાનુષ્ઠાન વડે “સમાપત્તિ” દશાની પ્રાપ્તિ થાય છે. તેથી આ જ વાણી પ્રમાણયુક્ત છે. / ૧૬-૫ |
- ટબો- એહના બહુભાવ છઈ, તે કેવલજ્ઞાની, તેહિ જ એહના ભાવ સંપૂર્ણ જાણઈ, પણિ સામાન્ય છદ્મસ્થ જીવ એહના ભાવ સંપૂર્ણ ન જાણઈ, તે માટઈ સંક્ષેપથી એ મે ગુરુમુખથી સાંભળી હતી, તેહવી કહવાણી કહતાં-વચનવર્ગણાઈ આવી, તિમ કહઈ છઈ.
એહિ જ દ્રવ્યાનુયોગ વિચારે ક્રિયા માર્ગમાંહે પણિ-આદિ પ્રવર્તક ભગવંત ધ્યાને ભગવંતસમાપત્તિ હુઈ, તેણે કરી ક્રિયા સાફલ્ય હોઈ, વત્તે ૨
अस्मिन् हृदयस्थे सति, हृदयस्थस्तत्त्वतो मुनीन्द्रः । इति हृदयस्थिते च तस्मिन्, नियमात्सर्वार्थसिद्धिः ॥ १ ॥ चिन्तामणिः परोऽसौ, तेनेयं भवति समरसापत्तिः । सैवेह योगिमाता, निर्वाणफला बुधैः प्रोक्ता ॥ २ ॥ समापत्तिलक्षणं चेदम्मणेरिवाभिजातस्य, क्षीणवृत्तेरसंशयम् । तात्स्थ्यात्तदञ्जनत्वाच्च, समापत्तिः प्रकीर्तिता ॥ १ ॥ વચનાનુષ્ઠાનઇ સમાપત્તિ પણિ પ્રમાણ ચઢી (?) II ૧૬-૫ II વિવેચન- આ નયાર્થ ભરેલી વાણી કેવી છે. તે સમજાવે છે.
एहना बहुभाव छइ, ते केवलज्ञानी, तेहि ज एहना भावसंपूर्ण जाणइं, पणि सामान्य छद्मस्थ जीव एहना भाव संपूर्ण न जाणइ. ते माटई संक्षेपथी ए में गुरुमुखथी सांभली हती, तेहवी कहवाणी- कहतां वचनवर्गणाई आवी, तिम कहइ छइ.
एहि ज द्रव्यानुयोग विचारे क्रियामार्गमांहे पणि-आदि प्रवर्तक भगवंत ध्याने भगवंत समापत्ति हुइ. तेणे करी क्रियासाफल्य होइ. उक्तं च