Book Title: Dravya Gun Paryaya no Ras Part 2
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ ઢાળ–૧૬ : ગાથા-૩
૭૩૧ છે. પોતે યથાર્થ સાચા તત્ત્વથી વંચિત રહે છે. તથા પોતે જ યથાર્થતત્ત્વ ન પામવાથી બીજા જીવોને જ્યારે ભણાવે છે. ત્યારે તે જીવ સાચુ તત્ત્વ આપી શકતા નથી, તેથી તેમની પાસેનો શ્રોતાવર્ગ વ્યામોહમાં (દ્વિધામાં) પડે છે.
આ વાણી જિનેશ્વર પરમાત્માથી પ્રણીત એવી વાણી છે. તેથી તેને “બ્રહ્માણી” કહેવાય છે. ભગવાન શ્રી ઋષભદેવ પ્રભુએ પોતે પોતાના જમણા હાથ વડે બ્રાહ્મીને આ વાણી શીખવાડી હતી તથા તે વાણીમાં સઘળું જ્ઞાન આપ્યું હતું. તેથી આ વાણી ઉપર તથા તેમાં સમજાવાતા નયોના અર્થો ઉપર હૃદયથી ઘણુ જ બહુમાન કરો. તેનાં રહસ્યોને સમજવા યથાશક્તિ પ્રયત્ન કરો. હાર્દિક પૂજ્યભાવ પૂર્વક અભ્યાસ કરવા પ્રયત્નશીલ બનો.
__ भलीपरि सांभलो-धारो, तत्त्वरूप जे रत्न, तेहनी ए खाणी छइ, उत्पत्तिस्थानक छइ. ए शुभमति = भली जे मति, तेहनी माता छइ. रुडी मतिनी प्रसवनहारी, दुरमतिमिथ्यात्वादि, तद्प जे वेली, तेहने छेदवाने कृपाणी तुल्य छइ.
ए शिवसुख, ते मोक्षसुख, तद्रुप जे सुरतरु = कल्पवृक्ष, तेहना जे फल, तेहनो जे आस्वाद, तेहनी निशानी छइ, यादगीरी छड़ मोक्षसुखनी ॥ १६-३ ॥
આ વાણીમાં તત્વરૂપી ઘણાં રનો ભરેલાં છે. તેથી ઘણી જ સાવધાની પૂર્વક સાંભળો, આ નયોના અર્થને સમજાવનારી દ્રવ્યાનુયોગવાળી જે વાણી છે. તે તત્ત્વરૂપ - રત્નોની ખાણ છે. એટલે કે જેમ અનેક હીરા માણેક મોતી પના વિગેરે ઝવેરાતનું ઉત્પત્તિસ્થાન ખાણ હોય છે. એટલે હીરા માણેક આદિ તે ખાણમાંથી નીકળે છે. તેમ આ વાણી પણ આધ્યાત્મિક તત્ત્વોનું ઉત્પત્તિસ્થાનક છે.
તથા આ વાણી શુભમતિને એટલે કે ભલી એવી જે બુદ્ધિ, તેને ઉત્પન્ન કરનારી છે. તેથી માતાતુલ્ય છે. જેમ માતા સંતાનને જન્મ આપે છે. તેમ આ વાણી શુભમતિને પ્રસવણ કરનારી છે. તથા ઉત્પન્ન થયેલી શુભમતિને દિનપ્રતિદિન પુષ્ટ કરનારી અને વૃદ્ધિ કરનારી છે. આ દ્રવ્યાનુયોગની વાણી શુભમતિને જન્મ આપનારી, પુષ્ટિ કરનારી અને વૃદ્ધિ કરનારી છે.
તથા અનાદિકાલથી આત્માની સાથે લાગેલી જે દુર્મતિ=એટલે કે મિથ્યાત્વાદિની વાસનાવાળી દુષ્ટબુદ્ધિ છે. તે રૂપ જે વેલડી ઉગેલી છે. તેને છેદવામાં કુહાડી સમાન છે. જેમ કુહાડી વેલડીને છેદે છે તેમ આ વાણી દુર્મતિને છેદે છે.
(PI) ૨૪