________________
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ
ઢાળ-૧૬ : ગાથા-૨
૭૨૯
તે માટે સુરુચિ (સારીરુચિ) વાળા અને સાચા જ્ઞાનના અર્થી જીવોને જ ભણાવજો. પરંતુ મૂર્ખને (અજ્ઞાનીને હઠાગ્રહીને-કદાગ્રહીને) ન જ ભણાવજો. અમે જ એકલા આમ કહીએ છીએ એમ નથી. પરંતુ પૂજ્યપાદશ્રી હરિભદ્ર સૂરિજીએ પણ શ્રી યોગદૃષ્ટિસમુચ્ચય નામના ગ્રંથમાં ગાથા૨૨૬-૨૨૭-૨૨૮માં આ વાત સ્પષ્ટ કહી છે. તે ત્રણ ગાથા આ પ્રમાણે છે.
‘નૈતદ્વિદ્રત્ત્વયો વળ્યો, વન તથાપિ તુ |
हरिभद्र इदं प्राह, नैतेभ्यो देय आदरात् ॥ २२६ ॥ अवज्ञेह कृताल्पापि, यदनर्थाय जायते । અતસ્તત્ત્પત્તિાાર્થ, ન પુનઃર્ભાવોષતઃ ॥ ૨૨૭ ॥ योग्येभ्यस्तु प्रयत्नेन, देयोऽयं विधिनाऽन्वितैः । માત્મવિહેળોÕ:, શ્રેયોવિઘ્નપ્રશાન્તયે ॥ ૨૨૮ "'
“જો કે આ યોગગ્રંથને જાણનારા જ્ઞાની મહાત્મા પુરુષો પોતે સ્વયં અયોગ્ય આત્માને આ યોગગ્રંથ આપતા નથી. એટલે તે માટે મારે કંઈ કહેવાનું રહેતું જ નથી. તો પણ “અયોગ્ય આત્માઓને આ ગ્રંથ ન આપજો” એમ હું હરિભદ્ર ઘણા આદરપૂર્વક (પ્રેમપૂર્વક) કહું છું. ॥ ૨૨૬ ॥
કારણ કે આવા યોગગ્રંથો પ્રત્યે કરાયેલી થોડી પણ અવજ્ઞા મહા અનર્થ માટે થાય છે. આ કારણથી તે અયોગ્યજીવો આ ગ્રંથોની અવજ્ઞા કરીને અકલ્યાણ ન પામે, તે માટે અર્થાત્ અવજ્ઞા અને અકલ્યાણના પરિહાર માટે જ હું કહું છું કે તેઓને ન. આપજો. બાકી હૃદયમાં દ્વેષભાવના દોષથી કહેતો નથી. || ૨૨૭ ॥
માત્સર્યભાવનો અત્યન્ત ત્યાગ કરીને, કલ્યાણકારી કાર્યોમાં આવનારા વિઘ્નોની અત્યન્ત શાન્તિ માટે, શાસ્ત્રોક્ત વિધિથી યુક્ત એવા યોગાચાર્યો વડે પ્રયત્નપૂર્વક યોગ્ય આત્માઓને આ ગ્રંથ અપાઓ. ॥ ૨૨૮ ॥
આ પ્રમાણે યોગદૃષ્ટિસમુચ્ચય નામના ગ્રંથની સાક્ષી આપીને પણ કહે છે કે કાણી મતિવાળાને આવા ગંભીરભાવો ન આપશો. ॥ ૨૬૮ ॥
સામાન્ય મ જાણો, એ તો જિન બ્રહ્માણી । ભલી પરિ સાંભલો, તત્ત્વ રયણની ખાણી ।