________________
૭૨૮ ઢાળ-૧૬ : ગાથા-૨
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ વધે, અને ગુરુજીની પ્રસન્નતાથી તેમના મુખ દ્વારા જે અપૂર્વ વાણી નીકળે તે અત્યા શુદ્ધવાણી અને ઉપકાર કરનારી જ નીકળે, તે માટે સ્વતંત્રપણે (સ્વચ્છંદપણે) ન ભણતાં ગુરુગમથી ગંભીર ગ્રંથો ભણવા.
तेहने-तेहवा प्राणीने ए शास्त्रार्थ आपवो, जेहनी मति काणी-छिद्राली न होइ, छिद्र सहित जे प्राणी, तेहने सूत्रार्थ न देवो. काणुं भाजन ते पाणीमां राखीइ तिहां सुधी भर्यु दिसइ. पछे खाली थाइ.
આ દ્રવ્યાનુયોગ ભણેલા ગીતાર્થ ગુરુઓએ પણ તેહને એટલે કે તેવા પ્રાણીઓને આ શાસ્ત્રાર્થ ભણાવવો, કે જે શ્રોતાની મતિ કાણી ન હોય, છિદ્રો વાળી ન હોય, એટલે કે કુતર્કો કરીને ઉત્તમભાવને ડોળતો ન હોય, ઉડાવતો ન હોય, ઉત્તમ અને ગંભીર ભાવોની મઝાક ન કરતો હોય, એવા જીવને જ આ ગંભીર ભાવો આપજો. પરંતુ જેની મતિ છિદ્રવાળી છે. એટલે કે કાણી છે. તેવા પ્રકારની અશ્રદ્ધાથી દૂષિત છે. તથા અલ્પજ્ઞાનની માત્રાથી અહંકારી બનેલા, કદાગ્રહી અને અવિનયાદિ ભાવોથી ભરેલા જીવોને આવા શાસ્ત્રાર્થ ભણાવવા નહીં.
જેમ છિદ્રયુક્ત ભોજનમાં પાણી ટકે નહીં. ભરીએ તો પણ નીકળી જાય, છિદ્રવાળું તે ભાજન પાણીમાં જ્યાં સુધી રાખીએ, ત્યાં સુધી જ ભરેલું ભરેલું દેખાય. પછી (પાણીથી બહાર કાઢો કે તુરત જ) ખાલી થઈ જાય. એ પ્રમાણે કાણી (તુચ્છ) મતિવાળા જીવોમાં પણ ગંભીર અર્થો ટકતા નથી. ખરી જાય છે. શ્રોતાવર્ગમાં બેઠા હોય, ત્યાં સુધી જ આવા ભાવો ટકે છે. સભામાંથી તેઓ જેવા ઉઠે છે કે તુરત જ આવા ભાવો તેઓમાંથી નીકળી જાય છે.
अने लघुने पणि नयार्थ देतां अर्थनी हाणी थाइ. ते माटे-सुरुचि ज्ञानार्थिने ज देवो. पण मुर्खने न ज देवो. एहवी रीत योगदृष्टिसमुच्चयग्रन्थे छइ-वर्णवी छइ, हरिभद्र
કાણી બુદ્ધિવાળાને ગંભીર ભાવો ભણાવવાથી પહેલું એક નુકશાન તો તે થાય છે કે વક્તાનો પરિશ્રમ નિષ્ફળ જાય છે. અને વળી તે લઘુને (તુચ્છ બુદ્ધિવાળાને) પણ નયાર્થ (ગંભીરભાવો) = નય સાપેક્ષ પદાર્થોનું સ્વરૂપ આપતાં મંદમતિના કારણે તે સમજી ન શકે, કંઈનું કંઈ સમજે, વ્યામોહમાં પડે અર્થાત્ દ્વિધામાં પડે આ બીજુ નુકશાન થાય છે. તથા અપાત્રના હાથમાં ઉંચુ તત્ત્વ આવતાં તત્ત્વની કિંમત પણ ઘટે છે. ઉંચા અર્થોની હાનિ (લઘુતા) થાય આ ત્રીજુ નુકશાન થાય છે.