________________
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ
ઢાળ-૧૬ : ગાથા-૨ ગાથાર્થ– ઉત્તમગીતાર્થ ગુરુ પાસે આ રાસના અર્થો બેસાડીને જાણી લેવા. ત્યારબાદ તેવા જીવોને ભણાવજો કે જે જીવોની મતિ કાણી (તુચ્છ) ન હોય, તુચ્છ બુદ્ધિવાળાને નય (ગંભીરવાતો) ભણાવતાં અર્થની હાનિ થાય, (ઉંચી વસ્તુની કિંમત ઘટે.) આવી રીતિ શ્રી યોગદૃષ્ટિસમુચ્ચયમાં કહેલી છે. એ ૧૬-૨ //
ટબો- એટલા માટે સદ્ગુરુ પાસે-ગીતાર્થ સંગે, એહના અર્થ સમજીને લેવા, જિમ ગુરુ અદત્ત એ દોષ ન લાગઈ, શુદ્ધ વાણી, તે ગુરુસેવાઈ પ્રસન્ન થાઈ.
તેહને = તેહવા પ્રાણીને એ શાસ્ત્રાર્થ આપવો, જેહની મતિ કાણી-છિદ્રાળી, ન હોઈ, છિદ્રસહિત જે પ્રાણી, તેહને સૂત્રાર્થ ન દેવો. કાણું ભાજન તે પાણીમાં રાખીઈ, તિહાં સુધી ભર્યું દિસઈ, પછે ખાલી થાઈ.
અને લઘુને પણિ જયાર્થ દેતાં અર્થની હાણી થાઈ. તે માટે સુરુચિ જ્ઞાનાર્થીને જ દેવો. પણ મૂર્ખને ન જ દેવો. એવી રીત ચોગદષ્ટિસમુચ્ચયગ્રન્થ વખાણી છઈ, વર્ણવી છઈ, હરિભદ્ર સૂરિજીયે. I ૧૬-૨ ll
વિવેચન– શ્રી દ્રવ્ય ગુણ પર્યાયના રાસમાં, તથા તેવા તેવા મહાગ્રંથોમાં કહેલી દ્રવ્યાનુયોગની આ વાણી મહા અમૂલ્ય તત્ત્વ છે. અણમોલ રત્નભૂત છે. અત્યન્ત કિંમતી છે. તેથી સગુરુ પાસેથી જ મેળવવી અને પાત્ર જીવોને જ આપવી. એવી હિતશિક્ષા ગ્રંથકારશ્રી આપે છે.
एतला माटे सद्गुरुपासे-गीतार्थसंगे एहना अर्थ समजीने लेवा. जिम गुरु अदत्त ए दोष न लागइ, शुद्धवाणी, ते गुरुसेवाइ प्रसन्न थाइ.
વીતરાગ પરમાત્માની આ વાણી છે. દ્રવ્યાનુયોગના વિષયને સમજાવનારી આ વાણી છે. આ જિનવાણી છે. વળી અમૂલ્ય તત્ત્વ છે. ગંભીર ભાવો તેમાં ભરેલા છે. સૂક્ષ્મબુદ્ધિ વિના આ સઘળા ભાવો અગમ્ય અથવા દુર્ગમ્ય છે. એટલા માટે ગુરુ વિનયાદિ વિના એમને એમ જાતે વાંચીને ભણી લેવાનો વિ૫ વિચાર ન કરવો. પરંતુ વિનય, વિવેકાદિ ગુણો સેવવાપૂર્વક તપાદિ અનુષ્ઠાન સેવવા સાથે ઉત્તમ, ગીતાર્થ અને સંવેગ નિર્વેદ પરિણામી એવા સગુરુ પાસે આવા ગ્રંથોના અર્થો બરાબર સમજીને મેળવવા (બુદ્ધિમાં યથાર્થપણે ઠસાવવા). ગુરુગમથી અર્થો જાણનારા અભ્યાસકને જે કારણે “ગુર અદત્ત” નો દોષ ન લાગે. ગુરુ પાસેથી ભણીએ તો જ વિનયાદિ ગુણોનું આચરણ કરવા દ્વારા ગુરુની સેવા કરવાનો અવસર મળે, અને ગુરુજીની પ્રસન્નતા