________________
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ ઢાળ-૧૬ : ગાથા-૧
૭૨૫ हवे शिष्य प्रश्न करइ छइ जे-हे स्वामि ! एहवो ज्ञानमार्ग दृढयो तो प्राकृतवाणीइं किम ग्रन्थ कीधो ? गुरु कहे छे - प्रश्नोत्तर प्रत्ये, आत्मार्थी जे प्राणी ज्ञानरुचि, अत एव मोक्षार्थिने अर्थि = अर्थे, ए में प्राकृतवाणीइं रचना कीधी छइ, सम्यक् प्रकारे बोधार्थे यतः
હવે કોઈ શિષ્ય ગ્રંથકારશ્રીને આવો પ્રશ્ન કરે છે કે તે સ્વામિન્ ! પૂર્વેની પંદરમી ઢાળમાં તમે “જ્ઞાનગુણની મહત્તાનું વર્ણન” બહુ સુંદર કર્યું છે. અને તેમાં પણ દ્રવ્યાનુયોગનું જ્ઞાન અતિશય આવશ્યક અને દુર્બોધ હોય છે. એમ કહ્યું છે. તો પછી આવા પ્રકારના ઉંચા વિષયને સમજાવનારા આ મહાગ્રંથની રચના તો ઋષિમુનિઓની જન્મસિદ્ધ સંસ્કૃત-અર્ધમાગધી જેવી ભાષામાં કરવી જોઈએ, તેવી વિશિષ્ટ ભાષામાં રચના ન કરતાં, આવો સુંદર આ જ્ઞાનમાર્ગ (બતાવનારો મહાગ્રંથ) જે બનાવ્યો, તે પ્રાકૃતવાણીમાં (ચાલુ સામાન્ય ભાષામાં એટલે કે ગુજરાતી ભાષામાં) કેમ ગ્રન્થ રચ્યો છે ?
ઉત્તર- આવો પ્રશ્ન પુછનારા શિષ્ય પ્રત્યે ગુરુજી ઉત્તર કહે છે. કે જેઓ આત્માર્થી છે. એટલે કે જ્ઞાન મેળવવાની રુચિવાળા છે. આ જ કારણથી મોક્ષના સાચા અર્થી છે. તેવા પ્રકારના સર્વ જીવોના અર્થે આવા ગંભીરભાવોવાળી રચના મેં પ્રાકૃતવાણીમાં (ચાલુ ભાષામાં, ગુજરાતી ભાષામાં) કરી છે. કે જેથી તે જીવોને સરળ રીતે સમ્યપ્રકારે બોધ થાય. આ માટે આ રચના સંસ્કૃત-પ્રાકૃતમાં ન રચતાં ચાલુભાષામાં કરી છે. ભાષાના અજાણ એવા બાલ જીવોના ઉપકાર અર્થે આ રચના ગુજરાતી ભાષામાં કરી છે. જે કારણથી કહ્યું છે કે શ્રાવ્યું
गीर्वाणभाषासु, विशेषबुद्धिस्तथापि भाषारसलम्पटोऽहम् । यथा सुराणाममृतं प्रधानं, दिव्याङ्गनानामधरासवे रुचिः ॥ १ ॥ पुनरपि-. વાર્ત-સ્ત્રી-મ-મૂળ, 7 વારિત્ર વારિક્ષમ્ | મનુષાર્થ તત્વઃ સિદ્ધાન્તઃ પ્રાતઃ વૃતઃ || 8 || प्रकृतिः संस्कृतम्, तस्मात् भवम्-प्राकृतम् इति व्युत्पत्तिः
સંસ્કૃત ભાષા એ શિષ્ટ અને સંસ્કારવાળી ભાષા છે. ઋષિમુનિઓમાં જન્મજાત વણાયેલી અને અનેકપ્રકારના અલંકારાદિથી ભરેલી ભાષા છે. તેવા પ્રકારની ગીર્વાણભાષામાં (સંસ્કૃત ભાષામાં) જે મહાત્મા પુરુષો સાહિત્ય રચના કરે છે. તે વિશિષ્ટબુદ્ધિવાળા અને શાસ્ત્રકાર આદિ કહેવાય છે. તો પણ હું મારી (જન્મજાત-ચાલુ) ગુજરાતી ભાષાના રસમાં જ ઘણો લંપટ છું. એટલે કે ગુજરાતી ભાષામાં સાહિત્યની