________________
૭૨૬
ઢાળ-૧૬ : ગાથા-૨
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ
રચના કરવાના રસવાળો છું. જેમ દેવોને અમૃતરસનું પાન જન્મથી જ પ્રધાનપણે પ્રાપ્ત થયેલ હોય છે. તો પણ દેવાંગનાઓના અધરરસનું પાન (હોઠની સાથે ચુંબન) કરવામાં તેઓને જે આનંદ મળે છે. તેવો આનંદ અન્યત્ર અમૃતપાનમાં પણ મળતો નથી. તેથી તેમાં જ રૂચિ છે. તેમાં મને મારી ભાષામાં જ ગાવાનો રસ વધારે છે. તથા વળી અન્ય શાસ્ત્રોમાં પણ કહ્યું છે કે
બાળક-સ્ત્રીવર્ગ, મન્દબુદ્ધિજીવો, મુર્ખ જીવો તથા ચારિત્રની ઈચ્છાવાળા અલ્પજ્ઞ પુરુષોના ઉપકાર માટે તત્ત્વજ્ઞપુરુષો વડે આગમ શાસ્ત્રો પ્રાકૃત ભાષામાં રચાયાં છે.” અહીં પ્રવૃત્ત શબ્દનો અર્થ આ પ્રમાણે જાણવો. પ્રવૃતિ એટલે સંસ્કૃત ભાષા, તેમાંથી બનેલી એટલે નિયમો લાગીને વર્ણાન્તર થવારૂપે રૂપાન્તર થયેલી જે ભાષા તે પ્રાકૃતભાષા કહેવાય છે.
मिथ्यात्वी-ते अज्ञानी प्राणी, समकितदृष्टिने ए साकर वाणी-साकरसमान मिठासनी देणहारी एहवी वाणी छइ, मिथ्यात्वी ते रोगसहित छइ, तेहने रोगकारी, રિવંતને હિતવારી ૨૬-|
જે જે મિથ્યાત્વી જીવો છે. એટલે કે મિથ્યાત્વમોહના ઉદયવાળા હોવાથી અજ્ઞાની (મિથ્યાજ્ઞાની) જીવો છે. તેઓની બુદ્ધિ આ ગ્રંથ ભણવામાં મુંઝાય છે. કારણ કે પોતે માનેલા એકાન્તવાદના હઠાગ્રહના કારણે ભેદભેદ અસ્તિનાસ્તિ આદિ ઉભય સ્વરૂપવાળા સ્યાદ્વાદસિદ્ધાન્તો સમજવામાં તેઓની બુદ્ધિ કામ કરતી નથી. જ્યારે જે સમ્યગ્દષ્ટિ જીવો છે. તેઓને આ ગ્રંથ, સાકરવાણી = સાકરના જેવી મીઠાસને આપનારી, એવી આ વાણી લાગે છે.
રોગીને સાકર કડવી લાગે અને નિરોગીને સાકર મીઠી લાગે, તેમાં સાકરનો દોષ નથી. પણ રોગીનું શરીર રોગવાળું છે. તે રોગનો દોષ છે. તેમ મિથ્યાત્વી જીવ (મિથ્યાવાસના રૂ૫) રોગ સહિત છે. અને સમ્યગ્દષ્ટિ જીવ (મિથ્યાવાસનારૂપ) રોગથી રહિત છે. અર્થાત્ નિરોગી છે. તેથી એક સરખી સમાન વાણી પણ એક ને રોગકારી અને બીજાને હિતકારી બને છે. ૨૬૭ છે.
ગુરુ પાસઈ શીખી, અર્થ એહના જાણી ! તેહનઈ એ દેજ્યો, જેહની મતિ નવિ કાણી લઘુને નય દેતાં, હોઈ અર્થની હાણી | યોગદષ્ટિ સમુચ્ચયે, એહવી રીતિ વખાણી | ૧૬-૨ .