Book Title: Dravya Gun Paryaya no Ras Part 2
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૭૨૨ ઢાળ-૧૫ : ગાથા-૨૧
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ આરંભ સમારંભના ત્યાગીને ઉપાદેય હોતા નથી. તેથી સાધુ-સાધ્વીજીને સાધુધર્મનો ક્રિયામાર્ગ અને જ્ઞાનમાર્ગ આ જ આરાધવાનું છે. શ્રી આવશ્યકસૂત્રમાં આ પ્રમાણે કહ્યું છે. તે ગાથા ૭૨૯ મા પાના ઉપર નીચે લખેલી છે. ત્યાંથી જોઈ લેવી
શ્રાવક દર્શનગુણનો (સમ્યક્ત્વગુણનો) પક્ષપાતી છે. માત્ર ચારિત્ર યોગથી રહિત છે. તેથી જ તે મંદધર્મી છે. પરંતુ પરલોકના હિતની ઇચ્છાવાળા મુનિના જીવનમાં તો દર્શન અને ચારિત્ર એમ બન્નેનો પક્ષપાત હોય છે.” આ ગાથા આવશ્યકસૂત્રના ત્રીજા વંદન અધ્યયનની ૧૧૬૫મી ગાથા છે.
આ પ્રમાણેના અનેક શાસ્ત્રવચનો હોવાથી જ્ઞાન એ દીપકની જેમ પ્રકાશ આપનાર અને તરવાનો સાચો માર્ગ બતાવનાર હોવાથી પ્રધાનપણે આદરવા જેવું છે. રિપી આવશ્યકમાંહિં ભાખિઉં, તિણિ ગ્રહી જ્ઞાન પ્રધાનો રે ! આચરણાપથિ ચાલતાં, લહિઇ જસ બહુમાનો રે ||
શ્રી જિનશાસન સેવિડ / ૧૫-૨૧ | ગાથાર્થ–આવશ્યકસૂત્રમાં (પ્રવચનકારમાં) આ વાત કહેલી છે. તેણે કારણે જ્ઞાનગુણને પ્રધાનપણે જીવનમાં લાવવો, અને જ્ઞાનપ્રમાણે ઉત્તમ આચરણાના (ક્રિયાના) માર્ગમાં ચાલતાં આ જીવ જગતમાં યશ અને બહુમાન અવશ્ય પામે જ છે. તે ૧૫-૨૧ ||
ટબો- આવશ્યક સૂત્ર માંહે. કહિઉં છઇ, પ્રવચન દ્વારે પ્રરૂપ્યું છે. તેણે ગ્રહ્યું જ્ઞાને, પ્રધાનત્વ પણું “જ્ઞાનમેવ પર મોક્ષ.” તિ વવનાત્ આચરણા પથ તે શુદ્ધમાગે, તે આચરણા ક્રિયા વ્યવહારરૂપ માર્ગે ચાલતાં, લહીયે-પામીઈ, યશ અને બહુમાન ઈહલોકે, પરલોકે સર્વથાનીકે અનેક જ્ઞાનનો અભ્યાસક પ્રાણી સઘલે પૂજાઈ. યતઃ શ્રો:
विद्वत्त्वं च नृपत्वं च, नैव तुल्यं कदाचन । स्वदेशे पूज्यते राजा, विद्वान् सर्वत्र पूज्यते ॥ १ ॥ वलीपतित कायोऽपि, कर्तव्यः श्रुतसंग्रहः ।
તત્ર નિનો યાનિ, યત્ર યાત્તિ વકૃતા. ૫ ૨ ૨૫-છે
વિવેચન- જ્ઞાનગુણ જીવનમાં વિવેક લાવનાર છે. દષ્ટિ બદલનાર છે. ભોગમાંથી ચિત્ત ઉઠાવીને ત્યાગ-વૈરાગ્ય તરફ પ્રેરણા આપનાર છે. માનવભવમાં જ શાસ્ત્રીયજ્ઞાન મળવું શક્ય છે. અન્યભવોમાં આ ગુણની પ્રાપ્તિ અશક્ય છે. તેથી જ્ઞાનની પ્રધાનતા મહાપુરુષોએ જણાવેલી છે.