Book Title: Dravya Gun Paryaya no Ras Part 2
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat

View full book text
Previous | Next

Page 436
________________ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ ઢાળ-૧૫ : ગાથા–૧૯-૨૦ ૭૨૧ રત્નત્રયીની આરાધના-સાધના કરવાની પ્રબળ ઈચ્છા દ્વારા એટલે કે ઈચ્છાયોગ દ્વારા આ જીવ ભવાર્ણવ (પ્રતિરું) પ્રત્યે તરવાનું કાર્ય કરે છે. અર્થાત્ સંસારસાગર તરી જાય છે. ૨૬૪ || ___ चरणपतित-चारित्ररहित, एहवों श्रावक वली, ते तनुधर्मा होइ, लघुधर्माभ्यासी होइ, तेहने पणि ज्ञान, तेहि ज प्रधान छइ. मुनिने तो बेइ चारित्र - क्रिया सहित अने ज्ञान, ए बेड पदार्थ मुख्य छई. अत्र आवश्यक गाथा दंसणपक्खो सावय, चरित्तभट्टे य मंदधम्मे य । दंसणचरित्तपक्खो, समणे परलोक कंखिम्मि ॥ १ ॥ इति वचनाद् ज्ञान प्रधानत्वमादरणीयम् इति भावः ॥ १५-२० ॥ શ્રાવક-શ્રાવિકાના જીવનમાં સર્વવિરતિ ચારિત્રગુણ નથી. તેથી ચરણપતિત એટલે કે સર્વવિરતિ ચારિત્રથી રહિત એવા છે જે શ્રાવક શ્રાવિકા છે. તે જીવો તનુધર્મા છે. અલ્પધર્મવાળા છે. એટલે કે ભલે સર્વત્યાગ નથી. તો પણ અલ્પત્યાગમય ધર્મ તેમના જીવનમાં પણ છે. લઘુધર્મનો અભ્યાસ કરતાં કરતાં આગળ વધવાની ઉમેદવાળા છે. સર્વત્યાગના લક્ષ્યવાળા છે. પરંતુ તેઓના સાંસારિક જીવનમાં આજીવિકા ચલાવવા માટે, અને પરિવારનું પાલનપોષણ કરવા માટે ઘણો સમય તેમાં જ જતો હોવાથી મુનિના જેવો ક્રિયામાર્ગ તેઓ આચરી શકતા નથી. પરંતુ બચતા સમયમાં આત્મપરિણતિને વૈરાગ્યમાર્ગે વધારેને વધારે લઈ જવા માટે તેઓને માટે જે જ્ઞાનમાર્ગ છે. તેહ જ પ્રધાન છે. નિરંતર સન્શાસ્ત્રોનું વાંચન કરવું જરૂરી છે. નિરંતર શાસ્ત્રોનું વાંચન-ચિંતન-અને મનન મનને વિષયભોગોથી અનાસક્ત બનાવનાર છે. વિશેષ કરીને ત્યાગમાર્ગમાં જોડનાર છે. અને વૈરાગ્યમાર્ગની વૃદ્ધિ કરનાર છે. તેથી ભલે ક્રિયાયોગ ન્યૂન હોય, તો પણ શ્રાવક-શ્રાવિકાને જ્ઞાનયોગ પ્રધાનપણે આદરવા યોગ્ય છે. મુનિજીવનવાળા સાધુ-સાધ્વીજીને ૨૩ = બન્ને આદરવાં જોઈએ. એક ક્રિયા સહિત સર્વત્યાગવાળું ચારિત્ર, અને બીજો જ્ઞાનયોગ, આ વેડ = બને મુનિજીવનમાં પ્રધાનપણે આદરવા યોગ્ય છે. કારણકે યોગ્ય અવસરે સાધુ જીવનને ઉચિત ધર્મ ક્રિયા કર્યા બાદ શેષ સઘળો સમય સ્વાધ્યાયમાં-વાચના લેવા-દેવામાં જ ગાળવો જોઈએ. જ્ઞાનગુણમાં રમણતા એ જ સાધુજીવનનું કર્તવ્ય છે. આરંભ-સમારંભવાળા બાહ્યવ્યવહારોમાં જોડાવું તે ઉચિત નથી. શુભવ્યવહારો પણ શુદ્ધતાના આરાધકને અને

Loading...

Page Navigation
1 ... 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475