Book Title: Dravya Gun Paryaya no Ras Part 2
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat

View full book text
Previous | Next

Page 427
________________ ૭૧૨ ઢાળ-૧૫ : ગાથા૧૫-૧૬ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ ઉપર સમજાવેલી વાત જ વધારે મજબૂત કરે છે કે - આવા પ્રકારની બહાર અને અંદર જુદી રીત રાખનારા માયાવી અને દંભવાળા આત્માઓ ઘણા-ઘણા પ્રકારની બાહ્યધર્મક્રિયા કરે છે. તો પણ તેઓના આત્માનું કલ્યાણ તેઓ સાધી શકતા નથી. આવા અજ્ઞાનીઓ કે જે અગીતાર્થ છે. શાસ્ત્રાર્થને કંઈ પણ જાણ્યો નથી અને જાણવાને પ્રયત્ન પણ કરતા નથી તેવાઓનું કદાચ ટોળુ હોય એટલે કે એકલાનું પોતાનું કંઈ ન ચાલતું હોય એટલે પોતાના વિચારવાળાનો સમુદાય બનાવે, અથવા મરીચિન જીવે કપિલને શિષ્ય બનાવી સમુદાય વધાર્યો તેમ બાહ્યાડંબરથી ભદ્રિક જીવોને ફસાવીને દીક્ષા આપીને પોતાનો સંઘાડો (સમુદાય) મોટો બનાવે, તેવાનો સમુદાય ઘણો મોટો મળે તો પણ તેઓ જ્ઞાની ન હોવાથી અને જ્ઞાનીની નિશ્રા ન હોવાથી એટલે કે જ્ઞાનીને અનુસરતા ન હોવાથી જગતમાં શોભા પામતા નથી. જેમ આંધળા માણસોનું ટોળું હોય એટલે કે ૧૦૦ની સંખ્યા કદાચ હોય તો પણ તેઓ પોતે સ્વયં પોતાની આંખથી જોતા નથી અને દેખતા પુરુષને કોઈને અનુસરતા નથી. તેથી તેઓ ખાડામાં જ પડે છે. તથા અહીં તહી અથડાતા હોવાથી હાલતા-ચાલતા ટકરાતા અને લથડતા હોવાથી જેમ શોભા પામતા નથી. દેખતા માણસો તેઓની હીલચાલ જોઈને હસે છે. તેમ અજ્ઞાનીઓની સ્વચ્છંદપણે કરાતી ધર્મપ્રવૃત્તિ જોઈને જ્ઞાની ગીતાર્થપુરુષો તેમના ઉપર ભાવદયાવાળા બન્યા છતા બાહ્યપ્રવૃત્તિ ઉપર મનમાં હસે છે. અરેરે બીચારા આ સર્વે જીવો માત્ર = ભોળપણમાં (અજ્ઞાનદશામાં) પડ્યા છે. (ફસાયા છે. એટલે કે માનવભવ પામ્યા. સાંસારિક પુત્ર-પત્ની-પરિવાર અને પૈસો ત્યજ્યો, છતાં આત્માર્થની સાધના કરવામાં અકુશલ (અસમર્થ) બન્યા. આવી ભાવદયા તે જ્ઞાનીઓને ઉપજે છે. તે ૨૫૯ / નિજ ઉત્કર્ષથી હરખીયા, નિજ અવગુણ નવિ દાખઈ રે .. જ્ઞાનજલધિ ગુણ અવગણી, અવગુણ લવ બહુ ભાખઈ રે ! શ્રી જિનશાસન સેવિઈ ૧૫-૧૫ | ગુણપ્રિય આગઈ અણછૂટતા, જે ગુણ અલ્પસ્યો ભાખતું રે તે પણિ અવગુણ પરિણમઈ, માયા-શલ મનિ રાખઈ રે ! શ્રી જિનશાસન સેવિઈ . ૧૫-૧૬ |

Loading...

Page Navigation
1 ... 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475