________________
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ
ઢાળ-૧૫ : ગાથા-૧૩-૧૪
૭૧૧
આવા પ્રકારનું રામચંદ્રજીનું વાક્ય સાંભળીને પાણીમાં જ રહેલો એક દેડકો બોલ્યો કે હે રાજન્ ! સહવાસી (સાથે રહેનાર) જીવ જ સહવાસીજીવોના સહજસ્વભાવને (મૂલભૂત સ્વભાવને) જાણે છે. જો તમારા દ્વારા (મને) એકાન્તમાં પુછાય, તો હું કહું છું કે આ બગલા વડે જ અમે નિષ્કુલ કરાયા છીએ. અર્થાત્ મારા કુલમાં જન્મેલા સર્વે દેડકાઓનું તેણે જ ભક્ષણ કર્યું છે. આ રીતે બહારથી ધર્મક્રિયા કરનારા કેટલાક જીવો આવા પ્રકારની માયાથી ભરેલા હોય છે.
अने-अंतरंगमां आकरी काती- मायारूप राखें, तेहने जे भला कहइ छइ, ते पण - दुर्बुद्धि जाणवा. पणि तेहनी मति, तेणे जाती न जाणी, अत एव - "निर्बुद्धिको પુરૂષો જ્ઞેયઃ'' કૃતિ ભાવઃ ॥ ૨-૧૩ ॥
અને અંતરંગમાં એટલે હૃદયની અંદર, આકરી એટલે જોરદાર ઉંડી-ઉંડી, કાતી એટલે માયા-છેતરપિંડી રાખે, આવા મિથ્યાત્વ અને માયાથી ભરેલા, દંભી, બહારથી જ ધર્મક્રિયાઓ કરીને લોકોને આકર્ષનારા, વેશ માત્ર દ્વારા પોતાનામાં સાધુતા માનનારા અને મનાવનારા આત્માઓને, જે ભદ્રિક જીવો “આ તો ભલા સાધુ છે. ઉત્તમ આત્મા છે” એમ કહે છે. તે ભદ્રિક જીવો પણ નિર્બુદ્ધિક જાણવા. અર્થાત્ તેઓની બુદ્ધિ પણ તુચ્છ જાણવી. વસ્તુસ્થિતિ પારખવામાં અસમર્થ જાણવી. આ કારણે તેઓની આ જે મતિ (બુદ્ધિ) છે. તેને તે બુદ્ધિએ આ દંભી જીવની સાચી જાતિને જાણી નથી, ઉપર ઉપરથી જ સારાપણું જાણી લીધું છે. તેથી તે આત્માની આન્તરિક પરિણતિને આવા ભદ્રિક જીવોએ પિછાણી નથી. આવા જીવો ભદ્રિક ભલે હોય પરંતુ “નિર્બુદ્ધિક” જાણવા. વ્યવહારમાં પણ પિત્તળની ચમક દેખી સોનું માની લેનારા જીવો ભદ્રિક ભલે હોય, તો પણ તે જીવોને અંતે છેતરાવાનું જ બને છે. તેથી આત્મહિત કરવામાં જો દંભી આત્માને ન ઓળખી શકીએ અને સારા માની લઈએ તો “આત્મધન” લુંટાવાનો જ પ્રસંગ આવે છે. આ કારણે આત્માર્થા મુમુક્ષુ જીવોએ ઘણું જ સાવધ રહેવું જોઈએ. ક્યાંય ગફલત કરવી ઉચિત નથી. આત્મકલ્યાણ સાધવામાં તો સવિશેષે સાવદ્ય રહેવું જોઈએ. ॥ ૨૫૮ ||
=
वली एहज द्रढइ छइ-बहुविध घणा प्रकारनी बाह्यक्रिया करइ छइ, ज्ञानरहित जे अगीतार्थ, तेहनें टोले- संघाडे, मीलीनइ, ते जिम शतअंध अणदेखता जिम मिल्या होइ, ते जिम शोभा न पामइ, तिम, ते तो भोलइ पड्या छइ- 'आत्मार्थसाधने અશતા:'' કૃતિ પરમાર્થ:। -૪ ॥
46