________________
૭૧૪ ઢાળ-૧૫ : ગાથા૧૫-૧૬
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ તથા વળી પોતાનામાં જે અવગુણો છે. જેમ કે શુદ્ધચારિત્રનો અભાવ, સમ્યક્ પ્રકારે ક્રિયા કરવા પણાનો અભાવ, તથા શાસ્ત્રીય યથાર્થ બોધનો અભાવ આત્માર્થિપણાનો અભાવ, શમ સંવેગાદિ ગુણોનો અભાવ ઈત્યાદિ. આવા પ્રકારના પોતાના જે અવગુણો (દોષો) છે તે તો આ લોકો દાખવતા (કહેતા) પણ નથી, અને “મારૂં તે જ સાચું અને બીજા બધાંનું બધુ જ જુઠું” આવો હઠાગ્રહ પકડીને બીજાનું કહેલું ખોટુ પાડવામાં જ જે રચ્યા પચ્યા રહે છે. કુતર્ક અને અવળી દલીલો જ કરે છે. છાપાબાજી જ ચલાવે છે. બીજાને ઉતારી પાડવામાં જ પોતાની શક્તિ તથા સમય ખર્ચે છે. અને તેથી જ જ્ઞાનના મહાસાગર એવા ગુણવંત પુરુષોના ગુણો પ્રત્યે પ્રકર્ષે કરીને તિરસ્કાર કરવા દ્વારા તેઓની અવજ્ઞા કરે છે. તથા તે ગુણવંત મહાત્માથી શારીરિકાદિ પ્રતિકુલ પરિસ્થિતિના કારણે અનિચ્છાએ જે કંઈ નાના નાના દોષો કારણવશ સેવાતા હોય, તે દોષોનો યત્કિંચિત્ લવ (અંશ) માત્ર હોય તો પણ તેમાં ઉમેરો કરીને તે નાના દોષને મેરુપર્વત જેવડા મોટા બનાવીને ઘણા લોકો સમક્ષ જે આત્માઓ ગાય છે. પોતાના મોટા દોષને નાનો કરવાનો અને નાના ગુણને મોટો કરવાનો, તથા બીજાના નાના દોષને મોટો કરવાનો, અને મોટા ગુણને નાનો કરવાનો જેનો આવો વિચિત્ર સ્વભાવ છે. એવા જીવો અજ્ઞાની છે. મોહબ્ધ છે. દંભી છે. અને અહંકારી છે. તેથી તેઓનો સહવાસ તથા પરિચય કરવો નહીં અને કર્યો હોય તો ત્યજી દેવો. ૨૬૦ ||
वली, जे गुणप्रिय प्राणी छे, ते आगे अणछुटतां थकां = अवकाश अणपामतां जे अल्पस्यो = थोडोइक गुण भाषण करेइ छइ, ते पणि ते हवे अवगुण रूप थइने परिणमइ છઠ્ઠ. ને માયાણી રૂપ માત્મપરિVIમ પાડ્યો છે, તે પ્રાપનડું | -૬
- તથા વલી, ઉપર કહ્યા મુજબની પ્રકૃતિવાળા જે અતિશય કનિષ્ટ આત્માઓ છે. તેઓ જ્ઞાની ગીતાર્થ મહાત્માઓના અવર્ણવાદ ગાવાનેજ ટેવાયેલા હોય છે. છતાં પણ સાંભળનારા શ્રોતાવર્ગમાં જ્યારે કોઈ ગુણપ્રિય જ શ્રોતા આવી જાય, કોઈના પણ દોષો સાંભળવામાં જેને રસ જ ન હોય તેવા શ્રોતા આવ્યા હોય ત્યારે અને આ વક્તાને શ્રોતાનો ખ્યાલ આવી જાય કે આ શ્રોતા ગુણપ્રિય જ છે. અહીં અવગુણ બોલાય તેમ નથી. તેવો ખ્યાલ વક્તાને જ્યારે આવે છે ત્યારે અથવા અવગુણ સાંભળવાની તે શ્રોતા મના કરે ત્યારે વાત બદલીને તેવા પ્રકારના ગુણપ્રિય શ્રોતાઓની આગળ અણછુટતા = (એટલે કે દોષો જ ગાવા છે. પરંતુ) દોષો ગાવાનો અવકાશ ન મળતાં જે નાનો એવો પણ, અથવા થોડો એવો પણ જ્ઞાની ગીતાનો ગુણ જે દેખાય, તે ગુણનું ઉપરછલ્લું ભાષણ કરે છે. ગુણ ગાવા પડે છે. અને ગાય છે. તે ગુણભાષણ પણ તે