________________
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ ઢાળ-૧૫ : ગાથા–૧૭-૧૮
૭૧૫ વક્તા જીવને હવે અવગુણ રૂપે જ પરિણામ પામે છે. કારણ કે જે વક્તાએ ગુણગાવામાં માયાશલ્ય (કપટ-માયા)વાળો આત્મપરિણામ રાખ્યો છે. તે વક્તાને તે ગુણ ગાવો પ્રિય ન હોવાથી ગુણો ગાવાથી થનારી કર્મનિર્જરા થતી નથી. પરંતુ માયાશલ્ય હોવાથી કર્મબંધ થવા દ્વારા અવગુણ રૂપે જ પરિણામ પામે છે.
જેમ કે કોઈ જ્ઞાની ગીતાર્થમાં સારું વ્યાખ્યાન આપવાની કલારૂપ વસ્તૃત્વશક્તિ નામનો એક ગુણ છે. તેનો તે ગુણ આવા કનિષ્ટ આત્માઓ ગાવા ઈચ્છતા નથી, પરંતુ શ્રોતાવર્ગ ગુણપ્રિય જ છે. એમ ખ્યાલ આવવાથી જ્ઞાની ગીતાર્થના તે વષ્નવશક્તિ નામના ગુણની પ્રશંસા તો કરે છે. પરંતુ હૃદયમાં માયાશલ્ય હોવાથી આ પ્રમાણે બોલે છે કે તેમનામાં વઝૂજ્યશક્તિ સારી છે. પરંતુ વર્ઝાન્ત પ્રમાણે આચરણ પણ હોવુ જોઈએ જો તેવું આચરણ ન હોય તો કેવળ એકલી વસ્તૃત્વશક્તિ શું કામની ? આમ કહીને કંઈક ટપકુ મુકવા દ્વારા તેઓનો ગુણ પણ આવા વક્તાઓને અવગુણ રૂપે જ દેખાય છે. તે ૨૬૧ | જ્ઞાનરહિત જે એહવા, જિનશાસન ધન ચોરાઈ રે ! તેહ શિથિલપરિ પરિહરું, ગચ્છાચારનઈ જોર રે |
શ્રી જિનશાસન સેવિ . ૧૫-૧૭ ! જ્ઞાની વચન વિષ અમૃત છઈ, ઉલટી મુરખ વાણી રે ! આગમવચન એ આદરી, જ્ઞાન ગ્રહો ભવિ પ્રાણી રે !
શ્રી જિનશાસન સેવિશે ૧૫-૧૮ છે. ગાથાર્થ– જે જે આત્માઓ આવા પ્રકારના છે. અને જ્ઞાનરહિત છે. તે તે જૈનશાસનના ધનને ચોરનારા છે. તેવા આત્માઓનો પરિચય શિથિલાચારી સાધુના પરિચયની જેમ હું ગચ્છાચારપયન્નાના આધારે ત્યજી દઉં છું. || ૧૫-૧૭ |
જ્ઞાનીઓની વાણીમાં વિષ જેવું કડવું વચન પણ અમૃતની જેમ કલ્યાણકારી હોય છે. અને મૂર્ખની વાણી તેનાથી ઉલટી જાણવી. આ પ્રમાણે આગમવચનોનો આધાર લઈને હે ભવ્યપ્રાણીઓ ! જ્ઞાનગુણને ઘણા જ આદર-બહુમાન સાથે ગ્રહણ કરો. || ૧૫-૧૮ |
(PI) ૨૩