________________
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ
ઢાળ-૧૫ ઃ ગાથા-૧૫-૧૬
૭૧૩
ગાથાર્થ— પોતાની પ્રશંસાથી જે હરખાય છે. અને પોતાનો (નાનો કે મોટો કોઈ પણ) જે અવગુણ હોય છે તે કહેતા નથી અને જ્ઞાનગુણના મહાસાગર એવા ગીતાર્થ ગુરુભગવંત આદિના ગુણોને અવગણીને નાનો પણ તેઓનો કોઈ અવગુણ, તે મોટો કરીને જગતમાં બહુ પ્રકારે વારંવાર ગાય છે. ॥ ૧૫-૧૫ ॥
=
સામે સાંભળનારો વર્ગ ગુણપ્રિય જ હોય ત્યારે જ્ઞાની મહાત્માઓનો અલ્પ એવો ગુણ કહે છે. તો પણ હૃદયમાં માયાશલ્ય રાખે છે. અને તેથી તે અવગુણરૂપે પરિણામ પામે છે. ।। ૧૫-૧૬ |
=
ટબો- જે નિજ ક. પોતાનો, ઉત્કર્ષ-હઠવાદ, તેહથી હર્ષવંત છઈ. કેમ ? તે “જે અમ્હે કઉં છું, તે ખરૂં બીજુ સર્વ ખોટું', નિજ ક. પોતાના અવગુણ ક્રિયારહિતપણું, તે તો દાખવતા પણ નથી. જ્ઞાનરૂપ જે જલધિ ક. સમુદ્ર, તે પ્રત્યે અવગણીને, પ્રકર્ષે જ્ઞાનવંતના અવગુણ, તરૂપ જે લવ, તે પ્રતે બહુ ભાખે છઈં.
|| ૧૫-૧૫ ||
વલી, જે ગુણપ્રિય પ્રાણી છે, તે આનેં અણ છુટતાં થકાં = અવકાશ અણપામતાં જે અલ્પસ્યોથોડોઈક ગુણ ભાષણ કરેઈ છઈ, તે પણિ તે હવે અવગુણ રૂપ થઈને પરિણમઈ છઈ, જેણે માયાશલ્ય રૂપ આત્મ પરિણામ રાખ્યો છઈ, તે પ્રાણીનŪ || ૧૫-૧૬ ||
વિવેચન– જ્ઞાન વિનાના અને બાહ્ય આચરણ માત્રથી આડંબર અને અહંકાર વાળા બનેલા અમે જ સાચા આરાધક છીએ આવું માની લેનારા તે જીવો આત્મકલ્યાણના સાચા આરાધક નથી, પરંતુ વિરાધક છે. આ વાતને વધારે સ્પષ્ટ કરતાં કહે છે—
ને નિન . પોતાનો, વર્ષ-હવાન, તેહથી હર્ષવંત છે, જેમ ? તે ‘‘ને અમ્હે હું છું, તે જીરું, લીબું સર્વ હોટું' નિન . પોતાના અવમુળ = ક્રિયારહિતપણું, તે तो दाखवता पण नथी, ज्ञान रूप जे जलधि क. समुद्र, ते प्रत्ये अवगणीने प्रकर्षे, જ્ઞાનવંતના અવશુળ, તપ ને નવ, તે પ્રતે વહુ માણે છડ઼. ॥ -શ્ય ॥
જે આત્માઓ પોતાનો ઉત્કર્ષ જ ગાયા કરે છે. ક્યારેક ક્યાંક સાચું પડી જાય, પોતાનું કહેલું હોય તેમ થઈ જાય, તેનાથી અત્યંત હર્ષવાળા થયા છતા હઠવાદમાં આવી જાય છે. અતિશય ફુલાઈ જાય છે. અને મોટાઈ કરવા લાગે છે. તે કેવી રીતે મોટાઈ કરે છે ? તો કહે છે કે “દેખો, અમે જે કહીએ છીએ તે જ સાચું છે, બીજા જે કંઈ કહે છે. તે સર્વે ખોટુ છે. આમ ગર્વમાં આવી જાય છે. અને કદાગ્રહની પક્કડ વધતી જ જાય છે.' કદાગ્રહની મજબૂત પક્કડથી બંધાઈ જાય છે.