________________
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ ઢાળ-૧૫ : ગાથા-૧૭-૧૮
૭૧૭ અજ્ઞાનવંત-મિથ્યાજ્ઞાનમાં ડુબેલા આવા જે જે આત્માઓ છે. તે જિનશાસનનું જે અણમોલ ધન છે. તેને ચોરે છે. જેમ કે શાસ્ત્રોની સત્યપ્રરૂપણા કરવી, સાચું જ બોલવું, કર્મોની નિર્જરા અર્થે ધર્મક્રિયાઓનો વ્યવહાર કરવો. વીતરાગ પરમાત્માની વાણીને ન બદલવી ઈત્યાદિ ભાવો ભવથી પાર ઉતારનાર હોવાથી અમૂલ્યધન છે. તેને આવા જીવો ચોરનારા છે. ગચ્છાચાર પન્નાના પાઠના આધારે હું તેઓનો ત્યાગ કરુ. છું, જેમ જીવનમાં મોક્ષાત્મક ઉત્તમ સાધ્ય સાધવું હોય તો શિથિલતાનો ત્યાગ કરવો જોઈએ, તેની જેમ આવા દુર્ગુણી માણસોની સાથેનો સહવાસ અને પરિચય પણ ત્યજવો જોઈએ, તેથી હું પણ તેવાનો સહવાસ ત્યજુ છું. આવા પુરુષોની સાથેનો સહવાસ અને પરિચય એ પણ શિથિલતા લાવનાર હોવાથી શિથિલતા જ છે. એટલું જ નહીં પરંતુ આત્માને અવળે માર્ગે ચડાવનાર હોવાથી અલ્યાણકારી છે. તેથી તે શિથિલતાને હું ગચ્છાચારપયન્નાના સાક્ષીપાઠના આધારના બળે ત્યજી દઉં છું. તે સાક્ષીપાઠ આ પ્રમાણે છે.
अगीयस्थकुसीलेहिं, संगं तिविहेण वोसिरे । मुक्खमग्गम्मि मे विग्धं, मग्गम्मि जेणगो जहा ॥ १ ॥
“અગીતાર્થ અને કશીલ પુરુષોનો સંગ ત્રિવિધ (મન-વચન અને કાયાથી) હું વોસિરાઉં છું. મોક્ષમાર્ગમાં તેઓ વિદ્ધભૂત છે. જેમાં ગ્રામાન્તર જવાના માર્ગમાં ચોર લોકો વિજ્ઞભૂત છે. તેમ આ અગીતાર્થ પુરુષો મોક્ષમાર્ગમાં વિદ્ધભૂત જાણવા. “આ ગાથા સંબોધસિત્તરીની ૫૯મી ગાથા છે. ૨૬૨ //
गीयत्थस्स वयणेणं, विसं हलाहलं पिबे । अगीयत्थस्स वयणेणं, अमियं पि न घुण्टए ॥ १ ॥
इत्यादि वचन शास्त्रइ छइ, ज्ञानीवचन ते अमृतसमान छइ, मूर्खनी वाणी ते विपरीतप्ररूपणा रूप उलटी छइ, ते माटिं भव्यप्राणी धर्मार्थी ज्ञानपक्ष दृढ आदरो जे माटि ज्ञानपक्षनो हमणां दृढाधिकार छइ, "पढमं नाणं तओ दया" इति वचनात् भवि પ્રાપ મારવું જ્ઞાન. ૨૫-૨૮ /
ગીતાર્થ મહાત્માઓના વચનથી હલાહલ વિષ હોય તો પણ પી જવું. (તેમાં જરૂર કલ્યાણ જ રહેલું હોય) ગીતાર્થપુરુષો માયા વિનાના હોવાથી તે વિષ પણ અમૃતરૂપે જ પરિણામ પામનાર હોય છે. તો જ તેવો આદેશ કરે છે. અથવા ગીતાર્થ